OMG : ભયાનક રોમેન્ટિક ડિનર, શું તમારામાં છે હિમ્મત ?
વાયરલ વીડિયોનું સેટઅપ એક ફોટોશૂટ જેવું છે જેમાં એક કપલના ડિનર ટેબલને હવામાં વાયર પર મૂકવામાં આવી રહ્યું છે. આ બધું ઉંડી ખાઇ પર લટકતા વાયર પર કરવામાં આવી રહ્યું છે.
આજકાલ લોકો એડવેન્ચરના નામે કંઈ પણ કરવા લાગ્યા છે. લોકો સોશિયલ મીડિયા અને વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા જરાય શરમાતા નથી. હાલમાં જ એક કપલનો રોમાંસના નામે આવી મૂર્ખતાનો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં સેટઅપ ફોટો શૂટ જેવું છે અને એક કપલનું ડિનર ટેબલ હવામાં વાયર પર મૂકવામાં આવી રહ્યું છે. આ બધું ઊંડી ખાઈ પર લટકતા વાયર પર કરવામાં આવી રહ્યું છે એટલે કે છોકરો, છોકરી, ટેબલ અને ખુરશીઓથી લઈને ખાવાનું બધું હવામાં લટકી રહ્યું છે. રોમેન્ટિક ડિનર હોય કે ફોટોશૂટ, બંને કિસ્સા ખતરનાક અને જીવલેણ હોય છે.
વીડિયોમાં આગળ જોવા મળે છે કે સ્થળ પર હાજર લોકો આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યાં છે. ઓનલાઈન પોસ્ટ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર ઘણી કોમેન્ટ કરી છે. લોકોએ લખ્યું- શું તમે રોમાન્સ માટે તમારો જીવ આપી દેશો? બીજાએ લખ્યું - આ શું મૂર્ખતા છે, કોઈ ફોટો માટે આટલું મોટું જોખમ કેમ લે છે. અન્ય એક યુઝરે લખ્યું- આ સોશિયલ મીડિયા પેઢી મૂર્ખ બની રહી છે.
ઘણા લોકોએ દંપતીની સેફ્ટી બેલ્ટ અથવા હાર્નેસની ગેરહાજરી અંગે પ્રશ્ન ઉઠાવતા ટિપ્પણી કરી. એક યુઝરે લખ્યું- "શું આ લોકો પાગલ છે? ટેબલ અને ખુરશીઓ પલટી જાય તો શું થશે." બીજાએ લખ્યું - તે જોવાનું રસપ્રદ છે કે લોકો સારી તસવીર મેળવવા માટે કેટલી હદે જાય છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/