OMG : જાપાને બનાવ્યું હ્યુમન વોશિંગ મશીન, 15 મિનિટમાં થશે સંપૂર્ણ સ્નાન

નવી શોધ માટે પ્રખ્યાત જાપાને તાજેતરમાં જ માણસને ધોવા માટે એક મશીન બનાવ્યું છે. આ AI-સંચાલિત પોડ માનવ શરીરને સંપૂર્ણપણે સાફ કરવા અને મનને શાંત કરવામાં સક્ષમ છે.

image
X
દરેક વ્યક્તિ લાંબા અને થાકેલા દિવસ પછી સ્નાન કરવાનું પસંદ કરે છે. પરંતુ જે લોકો હંમેશા ઉતાવળમાં હોય છે તેમને નહાવા માટે આટલો સારો અને વધુ સમય મળતો નથી. આ સમસ્યાને સમજીને જાપાનના એન્જિનિયરોએ મનુષ્યને નવડાવવા માટે એક નવું મશીન શોધી કાઢ્યું છે. 

એન્જિનિયરોએ તેને હ્યુમન વૉશિંગ મશીન ઑફ ધ ફ્યુચર અથવા મિરાઈ નિંગેન વૉશિંગ મશીન નામ આપ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે, તે આર્ટિફિશિયલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલ છે. AI ની મદદથી, તે પહેલા સ્નાન કરી રહેલા વ્યક્તિના શરીરનું વિશ્લેષણ કરે છે અને પછી તે મુજબ ધોવા અને સૂકવવાની પ્રક્રિયા શરૂ કરે છે.

જાપાનના ઓસાલા સ્થિત શાવરહેડ કંપનીએ આ નવું મશીન બનાવ્યું છે. તેની શોધ અંગે કંપનીનું કહેવું છે કે, તે એક વોશિંગ મશીનની જેમ કામ કરે છે, જે વ્યક્તિને ધોવામાં 15 મિનિટનો સમય લાગે છે. ફાઇટર જેટના પોડ અથવા કોકપિટ જેવું ભાવિ મશીન ટૂંક સમયમાં જાપાનમાં ઓસાકા કંસાઈ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્સપોમાં 1000 મહેમાનો પર તેનો પ્રયાસ કરવામાં આવશે.
મશીન કેવી રીતે કામ કરે છે?
તેમની શોધ વિશે, એન્જિનિયરોએ કહ્યું કે જ્યારે તમે તમારા પ્લાસ્ટિકના પોડ પર ચઢો છો, ત્યારે તે અડધા ગરમ પાણીથી ભરેલું હોય છે. તે પછી ખૂબ જ નાના એર જેટ ખોલવામાં આવે છે. આ પાણીમાં પરપોટા બનાવે છે અને એક નાનું પરંતુ શક્તિશાળી દબાણ બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની ગંદકી સાફ થાય છે. તેમાં રહેલા જૈવિક ઇલેક્ટ્રોડ્સ એ સુનિશ્ચિત કરે છે કે તમે યોગ્ય તાપમાને સ્નાન કરો છો.

એન્જિનિયર્સ અનુસાર આ મશીન માત્ર તમારા શરીરને જ નહીં ધોવે પણ તમારા મનને પણ શાંત કરી શકે છે. આ મશીનમાં સ્થાપિત AI સંચાલિત સેન્સર જ્યારે તમારે શાંત થવાની જરૂર હોય ત્યારે શરીર વિશેની માહિતી સંવેદન કરવામાં સક્ષમ છે. પછી બોક્સ તે મુજબ તેની આગળની પ્રક્રિયા પૂર્ણ કરે છે.

Recent Posts

OMG : મેરઠમાં લાગ્યા ગુમ થયેલા અજગરના પોસ્ટર, જાણો શું છે મામલો

26/11 ને યાદ: મુંબઈ આતંકવાદી હુમલાનો ભયાનક દિવસ

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ રીતે કરશે પાકિસ્તાન? સુરક્ષિત વિસ્તારમાં પણ ચાહકોને પ્રવેશતા ન રોકી શક્યું પાક

કાર ચલાવતા મહિલાએ લેપટોપમાં કર્યું કામ, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી

લગ્નમાં અચાનક જ ઘૂસ્યો દીપડો, રેસ્ક્યુ ટીમની રાઇફલ છીનવી, જુઓ Video

100 જગ્યાએ અરજી કર્યા બાદ મળી નોકરી, મહિલાએ 10 મિનિટમાં જ છોડી દીધી! એવું તો શું બન્યું?

સૌરાષ્ટ્રના મીની શનિ શિંગણાપુર તરીકે જાણીતા ગામમાં નથી કોઈના ઘરે દરવાજા, જાણો શું છે રહસ્ય

OMG: ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો, માણસે કરી મદદ તો જુઓ શું મળ્યું સાંભળવા

OMG : જયપુરમાં બસમાં થયું આખલા યુદ્ધ, બે આખલાઓએ બસ બાનમાં લઇને હંગામો મચાવ્યો, જુઓ Video

સંગીત સંધ્યામાં સ્ટેજ પર ડાન્સ કરતા-કરતા યુવતી અચાનક જ ઢળી પડી, જુઓ Video