OMG : ઓનલાઇન ઓર્ડર કરેલા આઇસક્રીમમાં નીકળી કપાયેલી આંગળી! મહિલાના ઉડી ગયા હોશ

પોલીસે યામ્મો આઈસ્ક્રીમ કંપની સામે ગુનો નોંધી આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસે આઈસ્ક્રીમમાં મળેલી માનવ આંગળીને વધુ પુષ્ટિ માટે એફએસએલ (ફોરેન્સિક)માં મોકલી છે.

image
X
મુંબઈના મલાડમાં એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. મહિલાને આ આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો. આ પછી મહિલા તેના નજીકના મલાડ પોલીસ સ્ટેશન પહોંચી અને તેની જાણકારી આપી. આ પછી પોલીસે યામ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસે આઈસ્ક્રીમમાં મળેલી માનવ આંગળીને વધુ પુષ્ટિ માટે એફએસએલ (ફોરેન્સિક)માં મોકલી છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

મહિલાનો દાવો
મહિલાએ દાવો કર્યો છે કે, તેણે આ આઈસ્ક્રીમ યમ્મો આઈસ્ક્રીમ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આટલું જ નહીં, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ પણ ખાધો હતો અને પછી તેને લાગ્યું કે, તેમાં કંઈક ગરબડ છે અને તેણે જોયું તો તેમાં માનવીની એક વિકૃત આંગળી હતી. આ પછી મહિલા ચોંકી ગઈ અને તરત જ મલાડ પોલીસ સ્ટેશન પહોંચી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. જોકે, તેને ખ્યાલ નહોતો કે આ આઈસ્ક્રીમના કારણે તે તેના હોશ ગુમાવી બેઠો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાએ જણાવ્યું કે, તેને આઈસ્ક્રીમમાં માનવ આંગળીનો 2 સેમી લાંબો ટુકડો મળ્યો છે.
યમ્મો આઈસ્ક્રીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે
મલાડ પોલીસે કંપની વિરુદ્ધ FIR નોંધી છે. આઈસ્ક્રીમમાં મળેલી આંગળીને મોટું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે અને મુંબઈ મલાડ પોલીસે કલમ 272, 273 અને 336 હેઠળ એફઆઈઆર નોંધી છે.

Recent Posts

અર્શદીપ સિંહે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં તમામ ભારતીય બોલરોને છોડી દીધા પાછળ, બન્યો નંબર-1

નીતિશ કુમારે મણિપુરના JDU અધ્યક્ષને પદ પરથી હટાવ્યા, જાણો કેમ

મહારાષ્ટ્ર: પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવાએ લીધા 8 લોકોના જીવ

CM યોગીએ મંત્રીઓ સાથે કુંભમાં લગાવી ડૂબકી, કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા મહત્વના નિર્ણયો

ગુજરાતમાં બાળકો અને યુવાનોમાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો

NDAને નીતિશ કુમારે આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સમર્થન પાછું ખેંચાયું

મહાકુંભ 2025માં ભક્તોની સુરક્ષા થશે વધુ મજબૂત, પોલીસને મળી એવરેડીની ખાસ સાયરન ટોર્ચ

જીવ બચાવનાર ડ્રાઇવરને મળ્યો સૈફ અલી ખાન, સાથે બેસીને પડાવ્યો ફોટો, શું થઈ બંને વચ્ચે વાત?

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, જાણો કેવી રીતે કરવી અરજી

પાર્કિંગમાં ડ્રાઈવરે ભૂલથી પાડી દીધો રિવર્સ ગિયર, કાર પહેલા માળની દિવાલ તોડી પડી નીચ, જુઓ વીડિયો