OMG : ચૂંટણી સમયે બે બાળકો, જીત્યા બાદ 3 થઇ ગયા! ભાજપના બે કાઉન્સિલરો ગેરલાયક
સોમવારે અમરેલીની દામનગર નગરપાલિકામાંથી ભાજપના નેતાઓ ખેમા કસોટિયા અને મેઘના બોઘાને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
અમરેલીમાં ભાજપના બે કાઉન્સિલરને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું ઉલ્લંઘન કર્યું છે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની કચેરીમાંથી કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવવાનો આદેશ આપ્યો છે. આ બંને કાઉન્સિલરો સામે આરોપ છે કે તેમને ત્રણ બાળકો છે જેના કારણે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1963નો ભંગ કરવામાં આવ્યો છે. સોમવારે અમરેલીની દામનગર નગરપાલિકામાંથી ભાજપના નેતાઓ ખેમા કસોટિયા અને મેઘના બોઘાને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કલેકટરે દામનગર પાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલ દ્વારા રેકર્ડ પર મુકવામાં આવેલ જન્મ પ્રમાણપત્ર ટાંક્યું છે.
બંને કાઉન્સિલરને ગેરલાયક ઠેરવતા પહેલા કલેક્ટર ઓફિસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ 2021માં દામનગર નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા ત્યારે બંને પાસે બે બાળકોના જન્મના પ્રમાણપત્રો રેકોર્ડ પર હતા. જો કે, નવા પ્રમાણપત્રો દર્શાવે છે કે વોર્ડ નંબર 2 ના ભાજપના કાઉન્સિલર કસોટીયા અને વોર્ડ નંબર 3 ના ભાજપના કાઉન્સિલર બોખા ત્રીજી વખત માતા-પિતા બન્યા છે, જેનાથી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટનો ભંગ થયો છે.
મળતી માહિતી મુજબ બંને કાઉન્સિલરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે જ્યારે 2021માં ચૂંટણી થઈ ત્યારે બંનેને બે બાળકો હતા પરંતુ જીત્યા બાદ તેમને ત્રણ બાળકો હતા. એક કાઉન્સિલરના ત્રીજા બાળકનો જન્મ 10 મે 2023ના રોજ થયો હતો. જ્યારે બીજા કાઉન્સિલરને ત્યાં ત્રીજા બાળકનો જન્મ 14 માર્ચ 2023ના રોજ થયો હતો. કલેકટરે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, “અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી કેસમાં પુરાવા તરીકે રજૂ કરાયેલા રેકોર્ડ્સ દર્શાવે છે ખીમા કસોટીયા અને મેઘના બોખા દામનગર નગરપાલિકાની 2021ની ચૂંટણીના ઉમેદવારો છે. જ્યારે તેઓને બે બાળકો હતા અને ત્યારબાદ ત્રીજા બાળકનો જન્મ થયો હતો. બંને કાઉન્સિલરોએ તેમની ગેરલાયકાત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પછી તેમના ત્રીજા બાળકનો જન્મ થયો હતો પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/