OMG : અનોખી ચોરી, ચોરે મંદિરની દાનપેટી પર લગાવી દીધો પોતાનો QR કોડ, લાખો રૂપિયાની કરી ઠગાઇ

હવે લોકો પૈસાની છેતરપિંડી કરવા માટે ભગવાનના ઘરને પણ છોડતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ચીનમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક કાયદાના સ્નાતકે બૌદ્ધ મંદિરોમાંથી દાનની રકમની ચોરી કરવાની અનોખી રીત અપનાવી છે.

image
X
હવે લોકો પૈસાની છેતરપિંડી કરવા માટે ભગવાનના ઘરને પણ છોડતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે, જ્યાં એક કાયદાના સ્નાતકે બૌદ્ધ મંદિરોમાંથી દાનની રકમની ચોરી કરવાની અનોખી રીત અપનાવી છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે

કેવા પ્રકારની અનોખી ચોરી?
અહેવાલો અનુસાર, આરોપીએ મંદિરમાં સ્થાપિત QR કોડને તેના વ્યક્તિગત QR કોડ સાથે બદલી નાખ્યો હતો, જ્યારે પણ કોઈ ભક્ત ભક્તિ સાથે દાન કરે છે, ત્યારે તે રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. નવાઈની વાત એ છે કે આ વ્યક્તિએ ચીનની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી છે, છતાં તેણે આવો ગુનો કર્યો છે.
લાખોની કરી છેતરપિંડી
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ સમગ્ર કૃત્યનો વીડિયો ફૂટેજ સાર્વજનિક થઈ ગયો. વાસ્તવમાં, શાંક્સી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે ભક્તો મૂર્તિ સમક્ષ પ્રણામ કરે છે, તે જ સમયે વ્યક્તિ દાન પેટીના QR કોડને પોતાના QR કોડથી બદલી દે છે. જ્યારે ભક્ત મંદિરમાં દાન આપવા માટે મોબાઈલથી QR કોડ સ્કેન કરે છે, ત્યારે દાનની રકમ સીધી તે વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. જો તેના વીડિયો ફૂટેજ સામે આવ્યા ન હોત તો આ ક્રમ ચાલુ રહેત.

બેઇજિંગ યૂથ ડેલીના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ વર્ષે તેણે ઉત્તરપશ્ચિમ શાંક્સી પ્રાંત અને દક્ષિણ પશ્ચિમ સિચુઆન અને ચોંગકિંગ પ્રાંતમાં બૌદ્ધ મંદિરો પર આ છેતરપિંડી કરી હતી, જ્યાંથી તેણે લગભગ 4,200 યુએસ ડોલર (આશરે રૂ. 3.5 લાખ)ની ચોરી કરી હતી.
અન્ય પ્રાંતોમાં પણ આચરવામાં આવેલા ગુનાઓ
ધરપકડ બાદ આરોપીએ પણ કબૂલ્યું હતું કે તેણે અન્ય પ્રાંતોમાં બૌદ્ધ સંસ્થાઓમાંથી ચોરીની આ જ યુક્તિ અપનાવીને દાનની રકમની ચોરી કરી હતી. આ કેસની તપાસ કરનારાઓનું કહેવું છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં ચોરાયેલી તમામ રકમ પરત કરી દીધી છે, પરંતુ આ ઘટના ચીનમાં ગંભીર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો એ વિચારવા મજબૂર થઈ ગયા છે કે હવે લોકો છેતરપિંડી કરવા માટે ભગવાનનું ઘર પણ નથી છોડતા.

Recent Posts

OMG : દુબઇની રાજકુમારીએ છુટાછેડાને અવસરમાં ફેરવી દીધા, લોન્ચ કર્યું Divorce બ્રાન્ડનું પરફ્યુમ

OMG : લ્યો બોલો ચોર પકડાઇ જતાં જ તેણે સ્વબચાવ માટે બોલાવવી પડી પોલીસ

OMG : પૂર વચ્ચે ડિલિવરી લઈને પહોંચ્યો Zomato બોય, લોકો થયા ભાવુક, જુઓ VIDEO

OMG : 12 મહિનાનું બાળક સાપને ચાવી ગયું! જાણો પછી બાળકનું શું થયું

OMG : મિસિસિપીમાં મળ્યો હાથીના પૂર્વજોનો 7 ફૂટ લાંબો 270 કિલોનો હાથીદાંત!

OMG : લસણ શાકભાજી છે કે મસાલો, 9 વર્ષ ચાલ્યો કેસ, હાઇકોર્ટે આપ્યો આ નિર્ણય

OMG : રનવે કે યુદ્ધનું મેદાન! પટના એરપોર્ટ પર સાપ અને નોળિયો આવ્યા સામસામે અને પછી થયું આવું...

OMG : એક જ અઠવાડિયામાં ઉતરી ગયો ઓલિમ્પિક મેડલનો રંગ, એથ્લેટે સોશિયલ મીડિયા પર ઠાલવી વ્યથા

OMG : નશામાં ધૂત વ્યક્તિ રેલ્વે ટ્રેક પર સુઇ રહ્યો, ટ્રેન ઉપરથી પસાર થઇ ગઇ તો પણ રહ્યો હેમખેમ

OMG: ભારતમાં એક એવું ગામ છે જ્યાં નાના બાળકો કિંગ કોબ્રા સાથે રમકડાંની જેમ રમે છે