PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અજમેર શરીફ દરગાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર લંગરનું આયોજન કરવા જઈ રહી છે. 17 સપ્ટેમ્બરે દરગાહ મેનેજમેન્ટ દ્વારા 4000 કિલો શાકાહારી ભોજન પીરસવામાં આવશે.

image
X
અજમેર શરીફ દરગાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર લંગરનું આયોજન કરવા જઈ રહી છે. 17 સપ્ટેમ્બરે દરગાહ મેનેજમેન્ટ દ્વારા 4000 કિલો શાકાહારી ભોજન પીરસવામાં આવશે. અજમેર શરીફ ગદ્દી નશીન સૈયદ અફશાન ચિશ્તીના જણાવ્યા મુજબ લંગરમાં ચોખા, ઘીમાં બનેલી પુરી, ડ્રાયફ્રુટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવશે. આ ભોજન આસ્થાવાન અને ગરીબોમાં વહેંચવામાં આવશે.
દરગાહના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ 'સેવા પખવાડા'નો એક ભાગ છે. આ લંગર પ્રખ્યાત 'બડે શાહી દાગ'માં તૈયાર કરવામાં આવશે, જે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલી 550 વર્ષ જૂની પરંપરાનો ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવશે.

Recent Posts

આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફોડી શકાય, 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અંક જ્યોતિષ/ 14 ઓકટોબર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 ઓકટોબર 2024 : આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 14 ઓકટોબર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો