લોડ થઈ રહ્યું છે...

નવરાત્રીના સાતમાં નોરતે મેઘરાજા આવ્યા ગરબા ઘૂમવા, ચાલુ વરસાદે ખેલૈયાઓએ રમઝટ બોલાવી, જૂઓ Live

image
X

અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના સાતમાં નોરતે વહેલી સવારથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવતા ગરબા પ્રેમીઓમાં ચિંતા જોવા મળી હતી. જો કે ભારે વરસાદના કારણે સાતમાં નોરતામાં અનેક શહેરોમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રદ્દ થયાના સમાચાર છે, જોકે અમુક જગ્યાએ મેઘરાજના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ચાલુ વરસાદમાં ગરબા તાલે ઝૂમી રહ્યા છે.

નવલી નવરાત્રી એટલે આસ્થા, ભક્તિ અને આદ્યશક્તિની આરાધનાનો મહાપર્વ... નવરાત્રીના સાતમાં નોરતે માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાના તાલે ખેલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના નગરોમાં ગરબાના તાલે ઘૂમવા ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. રાજ્યભરમાં પ્રાચીન અને અર્વાચીના ગરબાની ધૂમ જોવા મળી રહી છે, તો ક્યાંક ગોરી રાધાને કાળો કાનના તાલે કે પછી તાલીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે..ના સૂરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે.

અહીં જૂઓ TV13 લાઈવ

રાજ્યભરમાં પ્રાચીન અને અર્વાચીના ગરબા તાલે ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, સહિત તમામ જિલ્લાઓ અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. શહેરમાં શેરી હોય કે સોસાયટી તેમજ પાર્ટી પ્લોટ હોય કે રિસોર્ટ તમામ જગ્યાએ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. નવલા નોરતાના સાતમાં દિવસે ગુજરાતના મહાનગરોમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. 

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.cm/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujaorati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB