Operation Sindoor: જમ્મુથી ભુજ સુધીમાં 26 સ્થળો પર પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા નિષ્ફળ, દુશ્મનોમાં ફફડાટ
પાકિસ્તાન વધુ એક વખત પોતાની નાપાક હરકતો કરતું નજરે પડી રહ્યું છે. પાકિસ્તાને 8 મેની માફક આજે 9 મેની રાત્રે પણ જમ્મુ, પોખરણ સહિતના સરહદ વિસ્તારમાં સતત ગોળીબાર અને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યાના સમાચાર મળી રહ્યા છે. જોકે ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન તોડી પડાયા હોવાની પણ માહિતી મળી રહી છે.
ભારતમાં 26 સ્થળ પર PAK ડ્રોન હુમલો
પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, સાંબા, પૂંછ, ઉધમપુર, ફિરોઝપુર, જલંધર અને પોખરણ સહિત ગુજરાતના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. ભારતમાં 26 સ્થળ પર ડ્રોન જોવા મળ્યા છે. ઉત્તરમાં બારામુલ્લાથી લઇને દક્ષિણમાં ભુજ સુધી ડ્રોન જોવા મળ્યા છે. કેટલાક ડ્રોન સશસ્ત્ર હોવાની પણ શંકા છે. પાકિસ્તાને LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ડ્રોન હુમલો કર્યો હતો, જોકે ભારતના જવાનોએ નાપાકની તમામ હરકતને નાકામ બનાવી દીધી છે.
- ભારતના 26 સ્થળો પર પાકિસ્તાને કર્યા ડ્રોન હુમલા
- જમ્મુથી ભુજ સુધીમાં 26 સ્થળો પર ડ્રોન હુમલા
- પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા નિષ્ફળ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવા લાગ્યો છે. શુક્રવારે 9 મેના રોજ, જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો અને સાયરનના અવાજો સંભળાયા હતા. જમ્મુ-કાશ્મીર અને પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ભારતીય સેનાએ સાંબામાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું અને સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું. જમ્મુ વિભાગના ઉધમપુરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો અને સાયરનના અવાજો સંભળાયા હતા. તે જ સમયે, શ્રીનગરની મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર દ્વારા લોકોને તેમના ઘરની લાઇટ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી.
ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડવાથી 3 લોકો ઘાયલ
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ડ્રોન ફિરોઝપુરના એક રહેણાંક વિસ્તારમાં પડ્યું. ફિરોઝપુરના એસએસપી ભૂપિન્દર સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ડ્રોન હુમલામાં એક જ પરિવારના 3 સભ્યો ઘાયલ થયાના અહેવાલ છે. તેના શરીર પર બળી ગયેલા ઘા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એસએસપીએ કહ્યું કે, સેનાએ મોટાભાગના ડ્રોનને તોડી પાડ્યા છે.
PAK ડ્રોન ભારતના ક્યા સ્થળે જોવા મળ્યા?
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે હવે પાકિસ્તાને ભારત પર ડ્રોનનું આક્રમણ કર્યું છે. પણ ભારતે પાકિસ્તાની ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ભારતમાં 26 સ્થળ પર PAK ડ્રોન જોવા મળ્યા છે.ઉત્તરમાં બારામુલ્લાથી લઇને દક્ષિણમાં ભુજ સુધી ડ્રોન જોવા મળ્યા છે. કેટલાક ડ્રોન સશસ્ત્ર હોવાની પણ શંકા વર્તાઇ રહી છે. પાકિસ્તાને LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પારથી હુમલા કર્યા છે. બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોર, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફઝિલ્કા, લાલગઢ જટ્ટામાં ડ્રોન જોવા મળ્યા છે. જૈસલમેર, બાડમેર, ભુજ, કાર્બેટ અને લખી નાળામાં ડ્રોન જોવા મળ્યા છે. ભારતે તમામ ડ્રોન હુમલા કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ મારફતે નિષ્ફળ બનાવ્યા છે. દેશ સરહદી વિસ્તારમાં રહેતા લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવ્યા છે. લોકોએ ગભરાવવાની ચિંતા નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેવી સ્થાનિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જમ્મુ અને તેની આસપાસના તમામ લોકોને મારી અપીલ છે કે કૃપા કરીને ઘરે રહો અથવા નજીકના સ્થળે રહો જ્યાં તમે આગામી થોડા કલાકો સુધી આરામથી રહી શકો.ઓમર અબ્દુલ્લાએ આગળ લખ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો, પાયાવિહોણી કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવો નહીં અને આપણે બધા સાથે મળીને તેનો સામનો કરીશું. તેમણે વધુમાં કહ્યું કે હું છેલ્લા 1 કલાકથી જ્યાં છું ત્યાંથી વિસ્ફોટોના અવાજો, કદાચ ભારે તોપોનો અવાજ પણ સંભળાઈ શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB