માતા-પિતા બાળકોના ઇન્સ્ટા એકાઉન્ટ પર રાખી શકશે નજર, Metaએ બહાર પાડ્યું નવું ફીચર
Meta જે ફેસબુક અને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સંચાલન કરતી કંપની છે. મેટાએ ભારતમાં Instagram ટીન એકાઉન્ટ્સ ફીચરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર ખાસ કરીને ટીનેજર્સ માટે બનાવવામાં આવ્યું છે. આ ફીચર ટીન એકાઉન્ટ્સને વધારાની સુરક્ષા પ્રદાન કરશે. આ સુવિધાથી માતા-પિતા બાળકોના ઇન્સ્ટા એકાઉન્ટ પર નજર રાખી શકશે.
Metaએ Instagram પર ટીનેજર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેમાં પ્રાઈવસી પ્રોટેક્શન અને પેરેંટલ સુપરવિઝન સહિત ઘણા ટૂલ્સ છે, જે ટીનેજર્સ માટે Instagram અનુભવને વધુ સુરક્ષિત બનાવશે. આ ફીચર 16 વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યુ છે, પરંતુ તેના ઘણા લાભો 18 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સને પણ થશે. ચાલો જાણીએ કે નવું ફીચર માતાપિતાની ચિંતાઓ કેવી રીતે ઓછી કરશે.
સેટિંગ્સ બદલવા માટે માતા-પિતાની લેવી પડશે મંજૂરી
Metaના જણાવ્યા અનુસાર, ટીન્સ માટે Instagramએ માતા-પિતાની ઘણી ચિંતાઓ દૂર કરી છે. આ તમામ ટીનેજ યુઝર્સને હાઈ પ્રાયોરિટી સેફટી સેટિંગ્સમાં રાખશે. આમાં બાળકો પોતાની જાતે કોઈપણ પ્રકારનું સેટિંગ બદલી શકશે નહીં. આ માટે તેમને માતા-પિતાની મંજૂરીની લેવી પડશે. જ્યારે કોઈ એકાઉન્ટ ટીન એકાઉન્ટ હેઠળ આવશે ત્યારે Instagram તેને ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ એકાઉન્ટ રાખશે. આની મદદથી યૂઝર્સ પસંદ કરી શકશે કે કોણ તેમનો સંપર્ક કરી શકે છે અને તેમની પોસ્ટ કોણ જોઈ શકે છે.
શું હશે આ નવા ટૂલના ફીચર્સ?
Instagram ફોર ટીન્સ એકાઉન્ટ્સ ફક્ત તે જ એકાઉન્ટ્સમાંથી ટેક્સ્ટ મેળવી શકશે જેની સાથે તે જોડાયેલ છે અથવા તો તે કનેકટેડ છે. આ સિવાય તેમાં સેન્સેટિવ કન્ટેન્ટ કંટ્રોલ આપવામાં આવ્યું છે, જે બાળકોને અયોગ્ય કન્ટેન્ટથી બચાવશે. આ ઉપરાંત, ફક્ત કનેક્ટેડ લોકો જ આ એકાઉન્ટ્સને ટેગ અથવા મેન્શન કરી શકશે. તેમાં એન્ટી-બુલીંગ ફીચર પણ હશે, જે કોમેન્ટ્સ અને મેસેજમાં વાંધાજનક શબ્દોને ફિલ્ટર કરશે. લાંબા સમય સુધી ઉપયોગથી બચાવવા માટે 60 મિનિટ પછી એક સૂચના આવશે જે યુઝર્સને રિમાઈન્ડર આપશે.
એકસઉન્ટ્સ પર સપૂર્ણ પેરેંટલ કંટ્રોલ રેહશે
આ ફીચરમાં સેટિંગ્સ બદલવા માટે માતા-પિતાની મંજૂરીની જરૂર પડશે. આમાં, પેરેંટલ સુપરવિઝનને સ્ટ્રોંગ કરી શકાય છે અને ટૂંક સમયમાં માતા-પિતાને સીધા સેટિંગ્સ બનાવવાની સુવિધા પણ મળશે. ઉપરાંત, માતા-પિતા એ પણ જોઈ શકશે કે તેમના બાળકે છેલ્લા સાત દિવસમાં કોને મેસેજ કર્યો છે, પરંતુ તેઓ મેસેજ વાંચી શકશે નહીં. માતા-પિતા પાસે દૈનિક સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ પણ મળશે. આ સમય મર્યાદા પૂરી થયા પછી, બાળકો Instagram ને ઍક્સેસ કરી શકશે નહીં.