લોડ થઈ રહ્યું છે...

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીને આવ્યો હાર્ટએટેક, એન્જીયોપ્લાસ્ટી બાદ તબિયત સ્થિર

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મુંબઈ સ્થિત શ્રીજી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે. તબિયતમાં સુધારો હોવાની માહિતી મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અચાનક તબિયત લથડી હતી.

image
X
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે. પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર મળતાં જ એઆઈસીસી સચિવ અનંત પટેલ હોસ્પિટલ ઉપર પહોંચી ગયા હતા.

પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો
વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસનાં અગ્રણી પરેશ ધાનાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. જેથી, તેમને તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં AICC નાં સચિવ અનંત પટેલ હાજર છે.

મુંબઇની હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસ નેતા અને પ્રવક્ત ડો. મનીષ દોશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપતા તેમણે લખ્યુ કે, કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા છે. એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, હાલમાં તેમની તબિયત સ્થિર છે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

ટેસ્લા આ તારીખે કરશે ભારતમાં પ્રવેશ, એલોન મસ્ક સાથે PM મોદી પણ રહી શકે છે હાજર -સૂત્ર

ગુરુગ્રામમાં મહિલા ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ મારી દીધી ગોળી

નાસામાં હંગામો! ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે એક જ વારમાં હજારો લોકોની નોકરીઓ જશે?

કપિલ શર્માના કાફેમાં ગોળીબાર, થોડા દિવસ પહેલા જ કર્યું હતું ઓપનિંગ