લોડ થઈ રહ્યું છે...

સ્પેનના એરપોર્ટ પર વિમાનમાં ફાયર એલાર્મ વાગતા મુસાફરોએ લગાવી છલાંગ, 18 લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

image
X
સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગવાની ચેતવણી આપવામાં આવતાં અંધાધૂંધી મચી ગઈ હતી. રાયનએરના બોઇંગ 737 વિમાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડવા લાગ્યા. આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના શનિવારે બની હતી, વિમાન માન્ચેસ્ટર જવા માટે ઉડાન ભરવાનું હતું.

વિમાનમાં ફાયર એલાર્મ વાગતા મુસાફરોમાં દોડધામ
મળતી માહિતી મુજબ, આગ લાગવાની જાણ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ગભરાટમાં આવેલા કેટલાક મુસાફરો પોતાને બચાવવા માટે વિમાનની પાંખ પર ઉતર્યા અને ત્યાંથી સીધા જમીન પર છલાંગ લગાવા લાગ્યા હતા.

વિમાનમાંથી છલાંગ લગાવતા 18 મુસાફરો ઘાયલ
સમગ્ર ઘટનામાં 18 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસાફરો ગભરાટમાં અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પરથી સીધા જમીન પર કૂદતા જોઈ શકાય છે.

એરલાઇને બાદમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 4 જુલાઈના રોજ પાલ્માથી માન્ચેસ્ટર જતી ફ્લાઇટમાં ખામીયુક્ત આગ ચેતવણી લાઇટને કારણે ટેકઓફ રદ કરવી પડી હતી. "મુસાફરોને સ્લાઇડ્સનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને ટર્મિનલ પર પાછા લાવવામાં આવ્યા હતા. 18 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 6ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાયનએરે માહિતી આપી હતી કે આ ઘટના પછી મુસાફરોને થતી અસુવિધા ઓછી કરવા માટે, અમે બીજા વિમાનની વ્યવસ્થા કરી. વિમાન સવારે મુસાફરો સાથે રવાના થયું છે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર ક્યારે ફરશે પરત? NASAએ આપી અપડેટ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

બ્રિટનને ઈરાનથી મોટો ખતરો, ગુપ્તચર અહેવાલમાં થયો ખુલાસો, આપવામાં આવી ચેતવણી

ટેસ્લા આ તારીખે કરશે ભારતમાં પ્રવેશ, એલોન મસ્ક સાથે PM મોદી પણ રહી શકે છે હાજર -સૂત્ર

ગુરુગ્રામમાં મહિલા ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ મારી દીધી ગોળી