અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 2 નાગરિકોની પટિયાલા પોલીસે ધરપકડ કરી છે. આ બંને સામે 2023માં હત્યાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બંને વિરુદ્ધ 2023માં રાજપુરામાં હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવકોના નામ સંદીપ અને પ્રદીપ છે. હાલમાં ધરપકડ બાદ પટિયાલા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
8 ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ
અમેરિકાથી તડીપાર કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. આ વખતે દેશનિકાલ કરાયેલા તમામ 8 ગુજરાતીઓ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. જેમાં 6 પુરૂષ અને 2 મહિલાઓ છે. દરેકને પોલીસ સુરક્ષા હેઠળ એરપોર્ટથી બહાર કાઢીને તેમના ઘરે મોકલવામાં આવશે. અગાઉ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતીઓનું જૂથ 6 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચ્યું હતું. જે બાદ હવે વધુ 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે.
120 ભારતીયો અમેરિકાએ કર્યો દેશનિકાલ
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 120 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના રહેવાસી છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોની આ બીજી બેચ છે, જેમને ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યો છે.
આ પહેલા 5 ફેબ્રુઆરીએ પણ 104 ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન પ્લેન અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી 33 હરિયાણા અને ગુજરાતના અને 30 પંજાબના હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પ્રદાન કરવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા.
અમેરિકાની ત્રીજી ફ્લાઇટ આજે ઉતરે તેવી સંભાવના
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16 ફેબ્રુઆરી) અમૃતસરમાં ઉતરશે તેવી સંભાવના છે. તેમાંથી 59 હરિયાણાના, 52 પંજાબના, 31 ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats