PBKS vs RR: ટોસ જીતી બેટિંગમાં આવેલી રાજસ્થાનના પાવરપ્લે સુધીમાં 1 વિકેટે 38 રન

આજની IPL મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ છે, જે સિઝનની 65મી મેચ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ માટે તો આ ઔપચારીક મેચ છે અને રાજસ્થાન પહેલાથી જ પ્લેઓફમાં આવી ગયું છે પરંતુ રાજસ્થાને જીતની રાહ પર આવવું ખૂબ જરૂરી છે.

image
X
IPL 2024 ની 65મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ઠીકઠાક રહી. રાજસ્થાનના ઇન્ફોર્મ બેટ્સમેન યશસ્વી જૈસવાલની વિકેટ પંજાબના કેપ્ટન કરને પહેલી જ ઓવરમાં લીધી. જૈસવાલ 4 રન બનાવીને આઉટ થયો. સિઝનમાં પહેલી વાર રમતા કેડમોરે અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે સારી એવી પાર્ટનરશીપ થઈ. બંનેએ ધીમે ધીમે ટીમને પાવરપ્લે સુધીમાં 38 રન સુધી પહોંચાડી.

દિલ્હીની જીતે રાજસ્થાનને પ્લેઓફમાં પહોંચાડી
ગઈ કાલની દિલ્હીની જીતે રાજસ્થાનને પ્લેઓફમાં પહોંચાડી છે. ભલે રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે પરંતુ ટીમના છેલ્લા કેટલાક મેચ રાજસ્થાનના ફેન્સ માટે ચિંતાનો વિષય છે. આજના મેચમાં રાજસ્થાન ફરી રોયલ પ્રદર્શન કરી જીતની રાહમાં ફરી આવવા ઈચ્છશે. ટીમે પોતાની પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. ટીમમાં જોસ બટલરની જગ્યાએ ટોમ કોહલર-કેડમોરને તક મળી છે. રાજસ્થાન તેના મુખ્ય પ્લેયર પ્લેઓફ પહેલા ફોર્મમાં આવી જાય એવી આશા રાખશે. 

પંજાબ પહેલેથી જ પ્લેઓફમાંથી બહાર 
આ વખતે પંજાબનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. પંજાબને કેપ્ટન શિખર ધવનનું ઈજાગ્રસ્ત થવું ખૂબ જ ભારે પડી ગયું. ટીમ છેલ્લે પોતાના મેચ જીતીને ટુર્નામેન્ટનો અંત કરવા ઈચ્છશે. પંજાબે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.  

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
RR:
યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર કેડરમોર, સંજુ સેમસન (C & WK), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.
Impact Player:
નંદ્રે બર્જર, તનુષ કોટિયન, કેશવ મહારાજ, કુલદીપ સેન, ડોનાવન ફરેરા. 

PBKS:
પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલે રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (WK), સેમ કુરન (C), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
Impact Player:
તનય થિયાગરાજન, ઋષિ ધવન, વિદ્વત કવેરપ્પા, આશુતોષ શર્મા, હરપ્રીત સિંહ ભાટિયા.

Recent Posts

રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત, કચ્છનાં ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ નજીક લક્ઝરી બસ પલટી, ત્રણના મોત 50 થી વધુ ઘાયલ

DGCA બોઇંગ 737 એરક્રાફ્ટનો ઉપયોગ કરતી એરલાઇન્સને આપી ચેતવણી, જાણો શું કહ્યું

ભારત અને માલદીવ વચ્ચે થયા ઘણા મહત્વપૂર્ણ કરાર, જાણો વિગત

રાજ્યમાં ઘુડખરની વસ્તીમાં થયો વધારો, સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા

West Bengal : બીરભૂમની કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ, 7 કામદારોના મોત અને ઘણા ઘાયલ

રતન ટાટાએ પોતે ICUમાં દાખલ હોવાના દાવાને નકારી કાઢ્યો, કહ્યું- હું બિલકુલ ઠીક છું, ખોટી માહિતી ન ફેલાવો

સુનીતા વિલિયમ્સ કરશે વધુ એક કમાલ, અંતરિક્ષમાંથી જ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરશે વોટિંગ

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને મોટી રાહત, તેજસ્વી, તેજ પ્રતાપ અને લાલુને કોર્ટમાંથી મળ્યાં જામીન

નવરાત્રિ પર PM મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર કર્યો શેર