સોલામાં પીસીબીએ ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, લાખોની રોકડ સહિત 16 જુગારી ઝડપાયા

પીસીબીની ટીમને મળેલી માહિતીના આધારે ઓગણજ લપકામણ રોડ પર ખોડિયાર ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ કરતા દિલીપ પટેલ નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પીસીબીએ દરોડા પાડતા કુલ 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદ શહેરમાં પીસીબી સ્કોડ ફરી એક વાર સક્રિય થયું છે. હાલમાં જ દરિયાપુરમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ હવે પશ્ચિમમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું છે. ફાર્મ હાઉસમાં આવેલા બંગ્લોમાં મુખ્ય આરોપી અન્ય લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. પીસીબીએ દરોડા પાડી રોકડ, મોબાઈલ, વાહનો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

સંચાલક સહિત 16 જુગારી પકડાયા
પીસીબીની ટીમને મળેલી માહિતીના આધારે ઓગણજ લપકામણ રોડ પર ખોડિયાર ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ કરતા દિલીપ પટેલ નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પીસીબીએ દરોડા પાડતા કુલ 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગારધામ ચલાવનાર દિલીપ પટેલ અને તેની સાથે કિશનજી ઠાકોર, કમલેશ દંતાણી, મહેશજી ઠાકોર, કરણસિંહ સોલંકી, રમણજી ઠાકોર, મહેશ પટેલ, આકાશ ઠાકોર, મિતેશ પટેલ, જીગ્નેશ ઠાકોર, ઈમરાન ઘાંચી, જીગ્નેશ પટેલ, અલ્પેશજી ઠાકોર, માજીદખાન પઠાણ, મહોતજી ઠાકોરની ધરપકડ કરી છે. 
  23.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
વધુ તપાસ કરતા પીસીબીની ટીમને ત્યાંથી 7 લાખ 29 હજાર 500 રૂપિયા રોકડા, 18 મોબાઈલ ફોન, 3 ટુ વ્હીલર, એક ફોર વ્હીલર અને જુગાર રમવાનાં સાધનો સહિત 23.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પીસીબીએ આરોપીઓ સામે સોલા પોલીસ મથકે જુગારનો ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે આરોપીઓને સોલા પોલીસને હવાલે કર્યા છે.

Recent Posts

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું