ફિલિપાઇન્સનાં ફાટ્યો કાનલોન જ્વાળામુખી, 87,000 લોકોનું કરાયું સ્થળાંતર

ફિલિપાઈન્સમાં કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ, રાખના વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતુ. પરિસ્થિતને જોતા વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે

image
X

ફિલિપાઈન્સના કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ, રાખનું વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતું. વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કાનલાઓન જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 87,000 લોકોને તાત્કાલિક અસરથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.
 
અગાઉ પણ થયા છે વિસ્ફોટ 
નેગ્રોસ ટાપુ પર સ્થિત કાનલાઓન જ્વાળામુખી સમુદ્ર સપાટીથી 2,400 મીટર (આશરે 8,000 ફૂટ) ઊંચે છે. તે ફિલિપાઈન્સમાં 24 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. આ જ્વાળામુખી ભૂતકાળમાં ઘણી વખત ફાટ્યો છે અને તેની નજીક આવેલા ગામો માટે તે હંમેશા ખતરાની નિશાની રહ્યો છે. 

કાનલાઓન એક સક્રિય જ્વાળામુખી 
ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધાર્યું છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે વિસ્ફોટ શરૂ થઈ ગયો છે જે વધુ મોટા વિસ્ફોટોમાં ફેરવાઈ શકે છે. કાનલાઓન જ્વાળામુખી છેલ્લે આ વર્ષે જૂનમાં ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી નેગ્રોસ ટાપુ પર નેગ્રોસ ઓરિએન્ટલ અને નેગ્રોસ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં ફેલાયેલો છે અને તે દેશના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.

ફિલિપાઈન્સ 'રિંગ ઓફ ફાયર'માં આવેલું છે
ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરના 'રિંગ ઓફ ફાયર'માં આવેલું છે, જે તેને ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ બનાવે છે. દેશમાં 24 સક્રિય જ્વાળામુખી છે, જેમાંથી કાનલાઓન એક છે. જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપની ગતિવિધિઓ અહીં વારંવાર જોવા મળે છે જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટો ખતરો છે.

Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?