PM મોદીએ યુવાનોને MyBharat પોર્ટલ પર જોડાવાની કરી અપીલ, કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ MyBharat પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ યુવાનોને કનેક્શન બનાવવા અને તેમના વિચારોની આપ-લે કરવાની મંજૂરી આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ MyBharat પોર્ટલ લોન્ચ કર્યું છે. ડીજીટલ યુગમાં મોટા ભાગનું કામ હવે ઓનલાઈન થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ યુવાનો માટે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ 15 થી 29 વર્ષની વયના યુવાનોને સ્વૈચ્છિક કાર્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની તક પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ પોર્ટલને એક ખાસ હેતુ સાથે લોન્ચ કર્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જ્યાં સ્વયંસેવક કાર્ય માટે તેઓ એકબીજા સાથે જોડાઈ શકે, પોતાના વિચારો શેર કરી શકે અને સમાજ સેવામાં યોગદાન આપી શકે.
કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું
- સૌથી પહેલા તમારે માય ભારત પોર્ટલ http://mybharat.gov.in/ પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારે સાઇન ઇન ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે કન્સેન્ટ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- આ પછી OTP એન્ટર કરીને મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો રહેશે.
- પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આખું નામ, જન્મ તારીખ, જાતિ, રાજ્ય, જિલ્લાની માહિતી દાખલ કરવાની રહેશે.
- પછી તમે અર્બન અને રૂરલ ઓપ્શન્સ પસંદ કરી શકો છો.
- આ પછી તમારે લોકલ બોડી અને પિન કોડ નાખવો પડશે.
- આ પછી, I consent to term of use વિકલ્પ પર ક્લિક કરો અને Submit વિકલ્પ પર ટેપ કરો.
- આ પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે અને તમે પોર્ટલની સુવિધાઓનો લાભ લઈ શકશો.
MyBharat પોર્ટલ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સ્વયંસેવક અને વિકાસની તકો પૂરી પાડે છે. અહીં તમને નીચે મુજબની સુવિધાઓ મળશે.
યુવાનોને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓમાં ભાગ લઈને સામાજિક યોગદાન આપવાની તક મળશે. આ પ્લેટફોર્મ સાથે વિવિધ શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને જોડી શકાય છે. યુવાનોને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બની સામાજિક યોગદાન આપવાની તક મળશે. યુવાનો એકબીજા સાથે જોડાઈ શકે છે અને પોતાના વિચારોની આપ-લે કરી શકે છે. તમારા વિસ્તારમાં ચાલી રહેલા સમાજ સેવાના કાર્યમાં તમને જોડાવા અને યોગદાન આપવાની તક મળશે. પોર્ટલ પર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ અને અન્ય સામાજિક પહેલમાં જોડાવા માટે વિકલ્પો ઉપલબ્ધ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats