PM મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાના બે દિવસીય પ્રવશે જશે જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે
મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાની બે દિવસીય મુલાકાત લેશે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.
સોમવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી કે PM મોદી પેરિસની બે દિવસીય મુલાકાત બાદ વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના બીજો કાર્યકાળ શરૂ થયા પછી પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે.
પ્લાન મુજબ પીએમ મોદી પેરિસની બે દિવસની મુલાકાત બાદ વોશિંગ્ટન ડીસી જશે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેનો બીજો કાર્યકાળ શરૂ થયા બાદ પીએમ મોદીની અમેરિકાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ટ્રમ્પ વહીવટીતંત્રનો બીજો કાર્યકાળ શરૂ થયાના અઠવાડિયા પછી, મોદી એવા કેટલાક વિદેશી નેતાઓમાં હશે જેઓ વોશિંગ્ટનની દ્વિપક્ષીય મુલાકાત લેશે.