લોડ થઈ રહ્યું છે...

PM મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનો કરશે શિલાન્યાસ

PM મોદી આજે ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે. 2 દિવસ અગાઉ જ સ્પેનના વડાપ્રધાન સાથે પીએમ મોદીએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અમરેલી ખાતે પણ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આવતી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે.

image
X
પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી કેવડિયાની મુલાકાત લેશે અને એક્તાનગરમાં સાંજે 5.30 કલાક 280 કરોડ રૂપિયાથી વધારેના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ તેઓ આરંભ 6.0 અંતર્ગત 99માં કોમન ફાઉન્ડેશન કોર્સમાં ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે.

વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે
31 ઓક્ટોબરે સવારે 7.15 કલાક પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એટલે કે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. જે બાદ સરદાર પટેલની જન્મ જંયતિના અવસર પર રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવશે. પીએમ મોદી જે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે તેનો હેતુ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવું, કનેક્ટિવિટીમાં સુધારો લાવવો તથા સમગ્ર વિસ્તારમાં સ્થિરતા લાવવાનો છે.
 પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે
આરંભ 6.0 અંતર્ગત રાષ્ટ્રીય એક્તા દિવસની પૂર્વ સંધ્યા પર તેઓ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ વિષય પર ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે. સરદાર પટેલની જન્મજયંતિ ઉપર પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એકતા દિવસના શપથ લેવડાવશે. તેમજ એકતા દિવસની પરેડ નિહાળશે. 

Recent Posts

Delhi Blast Case : અલ ફલાહ યૂનિવર્સિટી પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, UGCની ફરિયાદના આધારે 2 FIR નોંધાઈ

છોટાઉદેપુર: પાવીજેતપુરમાં LCBએ વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

તેલંગાણા હાઈકોર્ટની વેબસાઈટ હેક, કાનૂની દસ્તાવેજોને બદલે ખુલી સટ્ટા રાઇડ

Top News | રાજસ્થાનમાં ભારે ઠંડીની અસર | tv13 gujarati

ગાંધીનગર બાળહત્યા કેસ મામલે આરોપી અનિલનું રિકન્સ્ટ્રક્શન, 3 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાં PM મોદીએ કહ્યું-'બિહારના લોકોએ જાતિવાદ પર રાજકારણને નકાર્યું, NDAને મળી ઐતિહાસિક જીત"

ગાંધીનગરની ગોસીપ..

ગુજરાત CID ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના અને ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"

દિલ્હી બ્લાસ્ટને લઇ 200 ડોક્ટરો NIAની રડાર પર, એક બાદ એક બધાની કરાશે પૂછપરછ