ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની પોલીસે કરી ધરપકડ, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે,મહિલા આરોપી રાજશ્રી કોઠારી કે જેઓ હોસ્પિટલના ડિરેકટરમાં હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે,આ કેસમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે તે સિવાયના તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

image
X
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ખ્યાતિકાંડ બાદ તે ફરાર થઇ ગઇ હતી. પોલીસ પકડથી બચવા માટે ટ્રાવેલ્સમાં ફરતી રહેતી હતી. છેલ્લા એક મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી.

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં 3.6 ટકાની ભાગીદાર
ખ્ચાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્તિક પટેલ અને કાર્તિક HUF(હિન્દુ અવિભક્ત કુટુંબ)ના 50.98 ટકા હિસ્સો હતો. જ્યારે સંજય પટોળિયા 30.85 ટકા અને તેમના પત્ની હેતલ પટોળિયા 8.37 ટકા તથા ચિરાગ રાજપૂત 6.18 ટકા અને રાજશ્રી કોઠારી 3.6 ટકાના ભાગીદાર છે.

ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ
ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી

ફરાર આરોપી
કાર્તિક પટેલ

Recent Posts

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

Ahmedabad: કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી, ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

Ahmedabad: અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે લોકોના પૈસા કર્યા પોતાના ખાતામાં જમાં, કરોડોના કોભાંડની EOW માં નોંધાઈ ફરિયાદ

SOG એ બંગલાદેશી નાગરિકની કરી ધરપકડ, બોગસ દસ્તાવેજ બનાવી કરતો હતો આ કામ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં થયો વધારો, જામનગરમાં થયેલી FIR રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

લાડવેલ ચોકડી પાસે હાઇવે પર નીલ ગાય આવી જતાં અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ યુવકોને રેસિંગ કરવી ભારે પડી, રાજકોટ પોલીસે બાતમીના આધારે 24 લોકોની ઝડપ્યા