સોશિય મીડિયા પર ફેમસ થવા માટે સલમાન ખાનને આપી ધમકી, પોલીસે વડોદરાના મયંક પંડ્યાની કરી અટકાયત
બોલિવુડ અભિનેતા સલમાન ખાનને અજાણ્યા શખ્સ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઇ હતી.આ અગાઉ પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વડોદરાના યુવકની અટકાયત કરી છે. જો કે, યુવાન માનિસક અસ્વસ્થ છે અને ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારવા માટે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વર્લી પોલીસ સ્ટેશનમાં એક ફોન પણ આવ્યો હતો. આ ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસે આ કેસમાં વડોદરાના મયંક પંડ્યા નામનાં 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે. યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી નથી. તેની અત્યારે સારાવર ચાલી રહી છે.
સમગ્ર મામલે વડોદરા એસપી રોહન આનંદે જણાવ્યું કે, જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી તે સંદર્ભે વર્લી પોલીસ તપાસ કરી રહી હતી. તે તપાસ દરમિયાન મોબાઇલ નંબર વડોદરાના યુવાનનો હોવાનું સામે આવ્યું.જેને લઇને અમે તપાસ હાથ ધરી હતી. વડોદરાના વાઘોડિયાના રવાલ ગામના મયંક પંડયા નામના યુવાનના મોબાઇલથી મેસેજ કર્યો હોવાની જાણકારી અમને મળી હતી. અમે તે યુવાનની પૂછપરછ કરી ત્યારે પરિવારજનોએ કહ્યું કે, યુવક માનસિક રીતે અસ્વાસ્થ છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ છે અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે આ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મુંબઇ પોલીસે યુવાનની પૂછપરછ કરીને નોટિસ આપી મુક્ત કરી દીધો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats