Ahmedabad/ વાહન ચેકિંગ દરમિયાન બિલ્ડરની ગાડી ચેક કરતા પોલીસનાં ઉડ્યા હોશ, ઈસનપુર વિસ્તારનો બનાવ
ઈસનપુર પોલીસની ટીમ સુર્યનગર ચોકી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન એસ કાર આવતા પોલીસે કાર ઉભી રાખતા તેમાં ધનરાજ ચંદ્રકાન્ત પટેલ નામનાં 46 વર્ષીય કારચાલક અને તેની સાથે બિરજુ પટેલ નામનો યુવક હાજર હતો. બન્ને યુવકો દારૂનાં નશામાં હોવાથી પોલીસે કારમાં તપાસ કરતા ડેકીમાંથી દારૂની બોટલ અને એક થેલામાં રોકડ રકમ હતી. જેથી પોલીસે કાર ચાલકને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરનાં ઈસનપુરમાંથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂનાં નશામાં કાર ચલાવતા બિલ્ડરને ઝડપ્યો છે. સુર્યનગર ચોકી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક એલેન્ટ્રા કારમાં તપાસ કરતા દારૂની એક બોટલ મળી હતી. જે કાર ચાલક પોતે પણ નશામાં હોવાથી વધુ તપાસ કરાઈ હતી. જે તપાસ દરમિયાન એક બેગમાં એક કરોડ રોકડ રકમ મળી આવતા પોલીસનાં હોશ ઉડી ગયા હતા. કાર ચાલક બિલ્ડર ધનરાજ પટેલે તે રોકડ પોતાની સાઈટ બુકિંગનાં રૂપિયા હોવાનું જણાવ્યું હતું, જોકે બિલ્ડર પાસે દારૂની પરમીટ હતી પણ દારૂ પરમીટનો ન હોવાથી અને દારૂના નશામાં કાર ચલાવતો હોવાથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે તેમજ રોકડ રકમ કબ્જે કરી ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઈસનપુર પોલીસની ટીમ સુર્યનગર ચોકી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન એસ કાર આવતા પોલીસે કાર ઉભી રાખતા તેમાં ધનરાજ ચંદ્રકાન્ત પટેલ નામનાં 46 વર્ષીય કારચાલક અને તેની સાથે બિરજુ પટેલ નામનો યુવક હાજર હતો. બન્ને યુવકો દારૂનાં નશામાં હોવાથી પોલીસે કારમાં તપાસ કરતા ડેકીમાંથી દારૂની બોટલ અને એક થેલામાં રોકડ રકમ હતી. જેથી પોલીસે કાર ચાલકને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી.
કાર ચાલક ધનરાજ પટેલ અને બિરજુ પટેલ બન્ને કાંકરિયા વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે કારમાંથી મળેલી દારૂની બોટલ અને રોકડ અંગે પુછતા ધનરાજ પટેલે પોતાની પાસે દારૂની પરમીટ હોવાનું જણાવ્યું હતું. જોકે ગાડીમાંથી મળેલી દારૂની બોટલ પરમીટ સિવાયની અલગ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. ગાડીમાં રહેલી રોકડ રકમ અંગે પુછતા ધનરાજ પટેલે પોતાની બાંધકામ સાઈટની બુકિંગનાં રૂપિયા હોવાનું જણાવ્યું હતું. જે પૈસા ગણતા કુલ એક કરોડ રકમ સામે આવી હતી.
ઈન્કમટેક્ષ વિભાગને કરી જાણ
આ મામલે ઈસનપુર પોલીસે કારચાલક ધનરાજ પટેલ સામે દારૂનાં નશામાં કાર ચલાવવા બાબતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો હતો. વધુમા બિલ્ડર પાસેથી મળી આવેલી રોકડ રકમ જપ્ત કરી આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.