નકલી ED રેડ કેસ મામલે રાજકારણ ગરમાયું, ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આપ્યો સણસણતો જવાબ
ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરોપીના આમ આદમી પાર્ટીના નેતા સાથેના ફોટાઓ શેર કર્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી પર પ્રહારો પણ કર્યા હતા. આ દરમિયાન હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો છે. તેમેને X પર પોસ્ટ કરતાં કહ્યું કે, મે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો?
રાજ્યમાં હાલ નકલી ED અધિકારી મામલે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરોપીના આમ આદમી પાર્ટીના નેતા સાથેના ફોટાઓ શેર કર્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી પર પ્રહારો પણ કર્યા હતા. આ દરમિયાન હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો છે. તેમેને X પર પોસ્ટ કરતાં કહ્યું કે, મે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો?
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઇકાલની X પરની પોસ્ટ મામલે સણસણતો જવાબ આપ્યો છે. ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરી કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે.તમે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો? તમારે આ સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. આવો અને જાહેરમાં ચર્ચા કરો ટ્વિટ કરીને ભાગી જવું ગુજરાતના ગૃહમંત્રીનેના શોભે.
હર્ષ સંઘવીએ AAP પર કર્યા હતા પ્રહારો
નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
જાણો શું હતો મામલો