બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ

સારણમાં બનેલી આ ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. એસપી અને ડીએમ પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ વિસ્તારના બૂથ નંબર 118 પર પહોંચ્યા હતા.

image
X
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાનાં સમાચાર છે. રોહિણી આચાર્ય આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર છે. સોમવારે સાંજે મતદાન સમાપ્ત થયા બાદ તે જ્યાં પહોંચી હતી ત્યાં છાપરા શહેરના બૂથ પર ભારે હોબાળો થયો હતો. આ મામલે વિવાદ વધતાં મંગળવારે સારણમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે સારણમાં બે દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. એસપી અને ડીએમ પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ વિસ્તારના બૂથ નંબર 118 પર પહોંચ્યા હતા. આ ઘટનાના સાક્ષી બનેલા એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે બંને બાજુથી ઘણા લોકો હતા. ઘણી ભીડ હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ મંગળવારે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો.
આ ઘટના અંગે સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું, જેમાં સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં 52.93% મતદાન થયું હતું.

Recent Posts

સેન્સેક્સ 82,000 નીસપાટી પાર કરશે? અર્થતંત્ર અને બજાર પર મૂડીઝનો જાણો શું છે અંદાજો

ડીપફેક વીડિયો બનાવનાર હવે ફસાશે... મોદી સરકાર લાવશે ડિજિટલ ઈન્ડિયા બિલ!

T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

મણિપુર સચિવાલય પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, CM આવાસ છે બાજુમાં

ઉપાધ્યક્ષનું પદ નહીં મળે તો વિપક્ષ કરશે આ કામ.. જાણો શું છે તૈયારી

'વંદે ભારત સ્લીપર' ટ્રેનને લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, આ રાજ્યમાં સરકારે કર્યો ભાવ વધારો

EXCLUSIVE | DEBATE | ચર્ચા છડેચોક - NEETને કરો NEAT | TV13 GUJARATI LIVE

માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, ત્રણ કારમાં આવ્યા 20 લોકો