સત્તા ગઈ, પોતે પણ હાર્યા, હવે અરવિંદ કેજરીવાલ આગળ શું કરશે?
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી હાર્યા બાદ કહ્યું કે તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજળીના ક્ષેત્રોમાં મોટા સુધારા કર્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીને ઘણી સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા છે. એવું માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો બની ગયો હતો, જેના કારણે AAPને ભારે નુકસાન થયું હતું.
ચૂંટણી પરિણામો બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. "તેમની પાર્ટી સત્તા માટે નથી પરંતુ લોકોની સેવા કરવા માટે આવી છે અને ભવિષ્યમાં પણ તે જ કામ કરશે."
ભ્રષ્ટાચાર બન્યો સૌથી મોટો મુદ્દો
2013માં આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈના નામે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટી ખુદ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી છે. મનીષ સિસોદિયાની CBI દ્વારા દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈન પહેલાથી જ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા. ખુદ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની પણ ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ કેસોએ AAPની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
AAPએ ગણાવ્યા તેના કામો
અરવિંદ કેજરીવાલે કહ્યું, "તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજળીના ક્ષેત્રોમાં મોટા સુધારા કર્યા છે." દિલ્હીમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધરી, મોહલ્લા ક્લિનિક્સ શરૂ કરવામાં આવ્યા અને વીજળી અને પાણીના દરો પણ નિયંત્રણમાં રાખવામાં આવ્યા. પરંતુ આ કામો કર્યા છતાં ભ્રષ્ટાચારના આક્ષેપોએ જનતાનો વિશ્વાસ તોડ્યો છે.
AAP મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે: કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "હવે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે અને હંમેશા લોકોના સુખ-દુઃખમાં તેમની પડખે રહેશે અને તેમણે કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા અને કહ્યું કે, તેઓએ સમગ્ર ચૂંટણી દરમિયાન સખત મહેનત કરી અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે."
દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે AAPને માત્ર 22 બેઠકો મળી છે. હવે આમ આદમી પાર્ટી સામે સૌથી મોટો પડકાર તેની વિશ્વસનીયતા બચાવવાનો છે. શું તે જનતામાં પોતાની જૂની છબી ફરીથી ઉભી કરી શકશે કે પછી આ હાર AAPના અસ્તિત્વ માટે ખતરો બની જશે? આ તો આવનારો સમય જ બતાવશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats