લોડ થઈ રહ્યું છે...

સ્લોવાકિયાના વડાપ્રધાન પર થયો ગોળીબાર, હોસ્પિટલમાં કરાયા દાખલ

સ્લોવાકિયાના વડાપ્રધાન ફિકોને ગોળી વાગી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ સ્લોવાકિયાના વડાપ્રધાન ફિકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્લોવાકિયાના વડા પ્રધાન રોબર્ટ ફિકોને ગોળી વાગી છે અને ઘાયલ થયા છે

image
X
સ્લોવાકિયાના લોકપ્રિય વડાપ્રધાન રોબર્ટ ફિકો તેમના પર ગોળીબાર કરનાર હુમલાખોરે ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી TASR અનુસાર, બુધવારે બપોરે જ્યારે વડાપ્રધાન એક મીટિંગમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના રાજધાની બ્રાતિસ્લાવાના ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર આવેલા હેન્ડલોવા શહેરમાં બની હતી.

ન્યૂઝ એજન્સીએ સંસદના ડેપ્યુટી સ્પીકર લુબોસ બ્લાહાને ટાંકીને જણાવ્યું હતું કે ફિકોને ગોળી મારવામાં આવી હતી જ્યારે તે એક મીટિંગ છોડીને તેની કારમાં જવાના હતા. ફાયરિંગમાં વડાપ્રધાન ફિકો ઇજાગ્રસ્ત થયા  છે. એક સાક્ષીએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેણે ઘણી ગોળી ચલાવવાનો અવાજ સાંભળ્યો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, તેણે આ ઘટના બાદ પોલીસને એક વ્યક્તિને કસ્ટડીમાં લેતા જોયો હતો.

સ્લોવાકિયન ટીવી સ્ટેશન TA3 એ અહેવાલ આપ્યો છે કે રાજધાનીના ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર હેન્ડલોવા શહેરમાં હાઉસ ઓફ કલ્ચરની બહાર ચાર ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં 59 વર્ષીય પીએમ ફિકો ઘાયલ થયા હતા. તેને પેટમાં ગોળી વાગી હતી. પોલીસે ઘટના સ્થળને સીલ કરી દીધું છે.
ફિકોને રશિયન તરફી માનવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પીએમ ફિકો મીટિંગ બાદ હાઉસ ઓફ કલ્ચરની બહાર લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયા હતા. તેમના સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો. હુમલાખોરે શા માટે ગોળીબાર કર્યો તે અંગે હાલ કોઈ માહિતી  સામે આવી નથી. 

Recent Posts

UIDAIના નવા વડા બન્યા IAS ભુવનેશ કુમાર, જાણો શું છે મામલો

મહેસાણા: માતાએ ધોરણ-3માં ભણતી દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું

અમિત શાહનો દ્રઢ સંકલ્પ: "2026 સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાંખશું"

Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

Vadodara: વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અમેરિકાએ યમનના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર કરી એર સ્ટ્રાઈક, 74ના મોત અને 171 લોકો ઘાયલ થયાનો હૂથી વિદ્રોહીઓનો દાવો

Top News| હાઈકોર્ટના મમતા સરકારને નિર્દેશ | tv13 gujarati

Ahmedabad: અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!