બાગ્લાદેશના હિન્દુઓ મામલે વડાપ્રધાન યુએનમાં રજૂઆત કરેઃ વિશ્વ હિન્દુ પરિષદ

બાગ્લાદેશમા વસતા હિન્દુઓ પર અત્યાચારના વિરોધમા અમદાવાદમાં માનવ સાંકળ રચાઈ- હિન્દુ હિત રક્ષક સમિતિના ઉપક્રમે આયોજન કરાયુ. સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના લેખિત સંદેશાનુ વાંચન કરવામાં આવ્યુ હતુ. સંદેશામાં જણાવાયુ હતુ કે બાંગ્લાદેશમાં હિન્દુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે સાંખી નહી લેવાય. ઈસ્કોનના સ્વામી ચિન્મયકૃષ્ણદાસજીની ધરપકડ ગેરકાયદે છે. આ ધરપકડને આરએસએસ વખોડે છે,

image
X
સોનલ અનડકટ, અમદાવાદ/ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં હિન્દુ હીત રક્ષક સમિતિના ઉપક્રમે માનવ સાંકળ રચીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે ખાસ સભાનુ પણ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના આગેવાનો તેમજ હિન્દુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

બાંગ્લેદશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં હિન્દુ હીત રક્ષક સમિતિના ઉપક્રમે આયોજીત માનવ સાંકળ વલ્લભ સદનથી છેક ઉસ્માનપુરા રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. આ દરમિયાન બાંગ્લાદેશ હાય હાયના નારા લગાવી હિન્દુઓની સુરક્ષાની માગણી કરવામા આવી હતી. સમર્થકો વિવિધ બેનર્સ સાથે બહોળી સંખ્યામાં માનવ સાંકળનો ભાગ બન્યા હતા. માનવ સાંકળ બાદ ખાસ સભાનુ પણ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરાયુ હતુ. આ સભામાં સાધુ-સંતો સહિત તમામ આગેવાનોએ સંબોધન કર્યુ હતુ. મહામંડલેશ્વવર દિલીપદાસજી મહારાજે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ કે હિન્દુઓ, હિન્દુ મંદિરો અને ઈસ્કોનના સંત સામે જે રીતે બાંગ્લાદેશમાં હુમલા થઈ રહ્યા છે તે નિંદનીય છે. આ માટે સંત સમાજ આગામી દિવસોમાં એક બેઠક બોલાવશે અને તેમાં સરકારને આ સંદર્ભે રજૂઆત કરવાનો નિર્ણય લેવાશે. 

સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના લેખિત સંદેશાનુ વાંચન કરવામાં આવ્યુ હતુ. સંદેશામાં જણાવાયુ હતુ કે બાંગ્લાદેશમાં હિન્દુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે સાંખી નહી લેવાય. ઈસ્કોનના સ્વામી ચિન્મયકૃષ્ણદાસજીની ધરપકડ ગેરકાયદે છે. આ ધરપકડને આરએસએસ વખોડે છે, ભારત સરકાર બાંગ્લાદેશમાં થતા અત્યાચાર રોકવા પ્રયત્ન કરે અને આ માટે વૈશ્વિક સહમતિ મેળવવાના પણ પ્રયાસો કરે તે જરુરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરચરણદાસ સ્વાનીએ સભા સંબોધનમાં હિન્દુઓની એકતાને સૌથી મોટુ શસ્ત્ર ગણાવી હિન્દુઓને અત્યાચાર સામે એક થવા આહવાન કર્યુ હતુ. 

વિશ્વ હિન્દુ પરિષદે વડાપ્રધાનને પત્ર લખ્યો
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે જણાવ્યુ કે બાંગ્લાદેશમાં હિન્દુઓની ગંભીર પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પત્રમાં વિનંતિ કરાઈ છે કે વડાપ્રધાન તાત્કાલિક યુનોની બેઠક બોલાવે અને બાંગ્લાદેશને ત્રણથી ચાર દિવસમાં પરિસ્થિતિ સામાન્ય કરવા માટે સૂચના આપવામાં આવે. સાથે સાથે બાંગ્લાદેશને ચીમકી પણ આપવામાં આવે કે જો ચાર દિવસમાં પરિસ્થિતિ સામાન્ય ન બને તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહે.