રક્ષક કે ભક્ષક? શાહીબાગમાં દુકાનદારનાં પરિવાર પર 5 શખ્સોનો હુમલો, પોલીસકર્મીઓ હોવાનો આક્ષેપ

અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ બહાર ચાની કીટલી ધરાવતા એક વેપારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરમાં અવારનવાર મારામારીની ઘટનાઓ બની આવે છે, જોકે હવે વેપારીઓ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ સતત બની રહી છે. અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ બહાર ચાની કીટલી ધરાવતા એક વેપારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

સિવિલ હોસ્પિટલની બહાર આશાપુરા પાન પાર્લર ધરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કેતનસિંહ વિંહોલ સાથે આ બનાવ બન્યો હતો. જેમાં શનિવારે રાત્રે 10:30 વાગે તેઓનાં પાર્લર પર એક મહિલા દૂધ લેવા આવ્યા હતા. દૂધ લીધા પછી મહિલાએ થેલી માંગી હતી, પરંતુ વેપારી પાસે થેલી ન હોવાથી તેઓએ ના પાડતા મહિલાએ બોલાચાલી કરી હતી. અને વનરાજ નામનાં પોલીસકર્મીને ફોન કરીને દુકાનદાર સાથે વાત કરાવતા તેણે પોતે  શાહીબાગ પોલીસમાં હોવાની ઓળખ આપી હતી. જે બાદ વેપારીએ સમજાવતા મહિલા ત્યાંથી જતા રહ્યા હતા. 

જે ઘટનાનાં એકાદ કલાક બાદ દુકાનદાર કામથી બહાર ગયા હતા, ત્યારે તે જ મહિલા પોતાની સાથે બે યુવકોને લાવી અને એક સફેદ કલરની નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ લાગેલી કારમાં 3 લોકો આવ્યા હતા. જે સમયે વેપારી દુકાનમાં હાજર ન હોય પાંચેય જણાએ ભેગા મળીને તેઓનાં ભાઈ અને માતા પિતાને માર માર્યો હતો. 

જોકે તે સમયે દુકાનદાર કેતનસિંહ ત્યાં આવી જતા વચ્ચે પડી પોતાનાં પરિવારને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે હુમલો કરનાર પાંચ શખ્સોમાંથી એક શખ્સે દુકાનમાં પડેલા ટેબલ વેપારી અને તેઓની માતાને માથા પર માર્યા હતા. જોકે આસપાસનાં લોકો એકઠા થતા મહિલા સહિત પાંચેય યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

જે બાદ દુકાનદારે પોલીસને બોલાવતા પોલીસ આવી અને દુકાનદાર સાથે ઝધડો કરી પોલીસની ઓળખ આપનાર શખ્સોને બોલાવનારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા દુકાનદાર કેતનસિંહ બિહોલને માથામાં પાંચ ટાંકા આવ્યા અને તેઓનાં પિતા અને ભાઈને બેઠો માર વાગ્યો છે, માતાને ટેબલ મારવામાં આવતા માથામાં 6 ટાંકા આવ્યા છે. 
આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં વનરાજ નામનો પોલીસકર્મી કોણ છે અને દુકાનદાર અને તેનાં પરિવારનો જાહેરમાં આ રીતે મારનાર અન્ય પોલીસકર્મીઓ કોણ હતા તે તમામ બાબતો તપાસમાં જ સામે આવશે. જોકે હુમલો કરનારા પોલીસકર્મીઓ પશ્ચિમ વિસ્તારમા આવેલા ઝોન 7 DCP હસ્તકનાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની પણ ચર્ચા છે. ત્યારે આ કેસમાં ગુનો નોંધાયા બાદ ખબર પડશે કે આરોપીઓ કોણ છે.

Recent Posts

ચેતજો... દિવાળીની ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ ફેરવતા બે શખ્સ ઝડપાયા

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

આ શું બોલી ગયા નેતાજી ! સત્ય પર અસત્યનો વિજય ? સુરતના લિંબાયતમાં મેયરની જીભ લપસી

ડિજીટલ ક્રાઈમ બુલેટીન, જાણો અમદાવાદ શહેરમાં બનેલી ક્રાઈમની ઘટનાઓ આંગળીનાં ટેરવે...

મહેસાણા: કડીના જાસલપુરમાં દશેરાનો તહેવાર માતમમાં ફેરવાયો, ભેખડ પડવાની 9 મજૂરોના મોત

જામનગરના રાજવી પરિવારના વારસદાર બનશે ક્રિકેટર અજય જાડેજા, જામ સાહેબે કરી મોટી જાહેરાત

વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ, પોલીસે આરોપીની કરી ધરપકડ

EARTHQUAKE: તાલાલા ગીરની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.0 નોંધાઈ

સુરત માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, સાબરમતી રેલ્વે સ્ટેશનથી પોલીસે કરી ધરપકડ

મંડળી ગરબા ગ્રાઉન્ડનાં પાર્કિંગમાં દારૂની બોટલ, ગાંજાનાં ગોગો મળી આવ્યા, પાર્કિંગ પ્લોટ પણ ગેરકાયદેસર પચાવ્યું હોવાનો આક્ષેપ