બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ, શહેરના તમામ વિસ્તરના હિન્દૂ સંગઠનો થયા એકઠા
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે હિંદુ સંગઠનોને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. સાથે ઇસ્કોનના ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવાની માગણી કરી છે. સમગ્ર સંત સમાજ હિંદુઓ પરના અત્યાચારને વખોડયા છે.
સોનલ અનડક્ટ,અમદાવાદ/ બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા હુમલાને લઈને હિન્દૂ હિત રક્ષા સમિતિના ઉપક્રમે અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના તમામ વિસ્તરના હિન્દૂ સંગઠનો એકઠા થયા છે. રિવરફ્રન્ટ ખાતે મોટી માનવ સાંકળ રચીને વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અટકાવવાની માંગ કરવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે હિંદુ સંગઠનોને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. સાથે ઇસ્કોનના ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવાની માગણી કરી છે. સમગ્ર સંત સમાજ હિંદુઓ પરના અત્યાચારને વખોડયા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનો પર થઈ રહેલા હુમલાઓને લઈ આગામી દિવસોમાં સંત સમાજની બેઠક બોલાવાશે. આ સાથે સંતો એક મંચ પર એકત્રિત થઈ સરકારને રજુઆત કરશે.