આજથી રાહુલ ગાંધી ફરીથી ગુજરાતની મુલાકાતે, આવતીકાલે મોડાસાથી કરશે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ
સાબરતમતીના તટે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં કોગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આ અધિવેશનમાં ભાગ લીધો હતો. 2 દિવસની આ મુલાકાતના 6 દિવસ બાદ ફરીથી રાહુલ ગાંધી ગુજરાત આવશે. આજે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે AICCના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિયેન્ટેશન બેઠક યોજશે. 16 એપ્રિલે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે. મોડાસાથી પાઇલટ પ્રોજેક્ટની શરૂઆતની સાથે કાર્યકર સંવાદ પણ યોજાશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં બંને દિવસ મોડાસામાં કાર્યક્રમો યોજાવાના હતા. આ કાર્યક્રમને બાદમાં બદલી નાંખવામાં આવ્યો હતો. નવા કાર્યક્રમ મુજબ હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવા માટે કોંગ્રેસે ચેલેન્જ આપી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની દિશામાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે AICC અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરી છે. 43 પ્રમુખો નક્કી કરવા માટે જે ગ્રુપ બનાવવામાં આવશે તેમાં કન્વિનર તરીકે AICCના ઓબ્ઝર્વર રહેશે. જ્યારે તેઓની સાથે PCCના 4 ઓબ્ઝર્વર રહેશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats