રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ માથાકૂટ મામલે હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ. અમે આવો વિવાદ ન થાય એ જોસુ સમાધાન માટે પ્રયાસ પણ કરશું.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જયંતિ સરધારા અને જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ વિવાદ ખૂબ ચર્ચામાં છે. આ મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આવો વિવાદ ન થવો જોઈએ. સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ. અમે આવો વિવાદ ન થાય એ જોઈશું. સમાધાન માટે પ્રયાસ પણ કરીશું. ખરેખર વિવાદ શું છે એ ખબર નથી
ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન પણ આવ્યું હતું સામે
રાજકોટના ધારાસભ્ય રમેશ ટિલાળાએ પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદારધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલો થયો છે. તે બાબતને હું નિંદનીય ગણું છું. ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે કામ કરે છે. સમાજસેવાનું કામ કરવામાં વિવાદ ન હોવો જોઈએ. મારી સમાજના વડીલોને લાગણી છે કે, જે કંઈપણ દિવસ છે તે જલ્દી પૂર્ણ થવો જોઈએ.
જાણો શું છે વિવાદ
થોડા દિવસો પહેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા એ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો. જે મામલે PI તરીકે જૂનાગઢ જીલ્લાના ચોકી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં ફરજ બજાવતા સંજય પાદરીયાએ તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમે તા.25.11.2024ના રોજ હું રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્નમાં કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે અમે રાત્રીના સમય 8.15થી 8.30 વચ્ચે પહોંચેલ હતા. અહીં જયંતીભાઈ સરધારા હાજર હતા ત્યાં અમારે સામાન્ય બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ હું ફંકશન મૂકીને બહાર ચાલ્યો ગયો હતો અને બહારના ભાગમાં જયંતિભાઈ સરધારા મળ્યા હતા. અહીં સામાન્ય ઝપાઝપી થઈ હતી. તે સિવાય કોઈ બનાવ બનવા પામેલ નથી તેમ છતાં તેઓએ મારા વિરૂધ્ધ હથિયારના કુંદા મારી જાનથી મારી નાખવાની તથા ખૂનની ધમકી આપવાની વગેરે બાબતોની ખોટી અને ઉપજાવી કાઢેલ ફરીયાદ આપેલી છે.