Rajkot Demolition: ભગવતીપરામાં મેગા ડિમોલિશન, ગેરકાયદે 61 મકાન-દુકાનો પર ફર્યું બુલડોઝર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં ટીપી રોડ ઉપર ખડકાયેલા 15 કાચા-પાકા મકાનો તેમજ 44 દુકાનો અને પ્લીન્થ તથા દિવાલોના બાંધકામો દૂર કરી ટીપી રોડની 700.28 ચો.મી. જગ્યા ખુલી કરાવાઈ હતી.
રાજકોટ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ પૂર્વ ઝોનમાં વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં 18 મીટર ટીપી રોડ વર્ષોથી દબાણરૂપ થયેલ જુદી જુદી જગ્યાની 44 ગેરકાયદેસર દુકાનો ઉપર બુલડોઝર ફેરવી 429.32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. તેમજ ટીપી સ્કીમ નંબર 31ના ટીપી રોડ ઉપર ખડકાયેલ 15 કાચા-પાકા મકાનો તોડી પાડી 230.68 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામા આવી હતી. આવી જ રીતે વોર્ડ નં. 4 માં ટીપી સ્કીમ નંબર 31 ભગવતીપરામાં 18 મીટરના રોડ ઉપર અલગ અલગ સ્થળે થયેલા પ્લીંથ તેમજ કમ્પાઉન્ડ વોલના બાંધકામનું ડિમોલેશન કરી 40.28 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર, અગાઉ આપવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામોની 261 નોટીસોની અમલવારીના આદેશ કરવામાં આવેલ જેના લીધે આજરોજ વોર્ડ નં. 4માં ટીપી સ્કીમ નંબર 31માં અલગ અલગ સ્થળ ઉપર 18 મીટરના ટીપી રોડ ઉપરના દબાણો તોડવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ જેમાં ગેરકાયદેસર 44 દુકાનો તેમજ 15 કાચા-પાકા મકાન અ ને કમ્પાઉન્ડ હોલ તથા પ્લીન્થ સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી પૂર્વ ઝોન ટાઉન પ્લાનીંગ વિભાગનો તમામ સ્ટાફ તથા રોષની વિભાગ તથા દબાણ હટાવ વિભાગ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા ફાયર વિભાગ તથા ઈમરજન્સી વિભાગ તથા બાંધકામ વિભાગ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સ અને પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB