RBIએ ₹ 2000ની નોટને લઈને આપી મોટી માહિતી, જાણો એક્સચેન્જ અને ડિપોઝિટને લઈને શું કહ્યું

RBI 2000 રૂપિયાની નોટ 1 એપ્રિલના રોજ એક્સચેન્જ કરશે નહીં. RBIએ 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ અને ડિપોઝિટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

image
X
2000 રૂપિયાની નોટને લઈને ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, 1 એપ્રિલના રોજ વાર્ષિક બંધ હોવાના લીધે 2000 રૂપિયાની નોટો બદલી શકશે નહીં. RBIની તમામ 19 ઓફિસોમાં આ નોટો બદલવા અને જમા કરાવવાની સેવાઓ બંધ રહેશે.

RBIએ એક રીલીઝ શેર કરતા કહ્યું કે આ સેવા 2 એપ્રિલથી ફરી શરૂ થશે. અને જેની પાસે હજુ પણ રૂ. 2000ની નોટો છે તેઓ તેને RBI ઓફિસમાં જમા અથવા બદલી શકશે. RBIની 19 ઓફિસોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ , મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં લોકો હજુ પણ ₹ 2000ની નોટો જમા કે બદલી કરી શકે છે.

નોંધનીય છે કે ઑક્ટોબર 2023થી જ RBI કોઈપણ વ્યક્તિ/સંસ્થા પાસેથી ₹ 2000ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ, સેન્ટ્રલ બેંકે માહિતી આપી હતી કે 19 મે, 2023 સુધીમાં, ચલણમાં રહેલી 2000 રૂપિયાની ચલણી નોટોમાંથી 97.62 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

19 મે, 2023ના રોજ RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાણકારી આપી હતી. અને કહ્યું હતું કે આ નોટો બેંકોમાં જમા કરાવવી જોઈએ અથવા અન્ય મૂલ્યની નોટો સાથે એક્સચેન્જ કરવી જોઈએ. જો કે, RBIએ કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.
RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મે, 2023 ના રોજ કારોબારની સમાપ્તિ સમયે ₹ 2,000ની કુલ ₹ 3.56 લાખ કરોડની નોટો ચલણમાં હતી. 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ કારોબાર બંધ થતાં આ મૂલ્યની ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય ઘટીને ₹ 8,470 કરોડ થઈ ગયું છે.

Recent Posts

આજનું રાશિફળ/16 માર્ચ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 16 માર્ચ 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/16 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન, સાહિત્ય જગતમાં મોટી ખોટ

ટ્રમ્પે હુતી બળવાખોરો પર હુમલાનો આદેશ આપ્યો, ઈરાનને નવી ચેતવણી આપી

ટ્રમ્પે છ મહિના માટે સરકારને ભંડોળ પૂરું પાડવાના બિલ પર હસ્તાક્ષર કર્યા, શટડાઉનનો ખતરો ટળ્યો

સોનાનો ભાવ પહેલી વાર $3000 ને પાર, 75 દિવસમાં 14% ભાવ વધ્યા

મૌગંજમાં બે પક્ષો વચ્ચેનો વિવાદ ઊગ્ર બન્યો, હુમલામાં ASI રામચરણ ગૌતમનું દુ:ખદ મૃત્યુ

Forex Reserves: ભારતની તિજોરીમાં જોવા મળ્યો જબરદસ્ત ઉછાળો.... 2 વર્ષમાં સૌથી ઝડપી વધારો, આ છે કારણ

ગાંધીનગરની ગોસિપ