RBI: 100 અને 200 રૂપિયાની નવી નોટો આવશે ચલણમાં, જાણો શું થશે જૂની નોટોનું
ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો બહાર પાડશે. RBI મંગળવારે આ માહિતી આપી.
ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો બહાર પાડશે. "આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ છે.
રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી ₹ 100 અને ₹ 200 ની બધી જ નોટો કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે. મલ્હોત્રા ડિસેમ્બર 2024 માં RBI ગવર્નરનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું હતું. RBI સમયાંતરે વર્તમાન ગવર્નરની સહી સાથે નવી નોટો જારી કરે છે. આનાથી નાણાકીય વ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ રહે છે. નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવશે.
50 રૂપિયાની નવી નોટો પણ જારી કરવામાં આવશે
ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું હતું કે નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ જારી કરવામાં આવશે. "આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ હશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB