RCB vs LSG : લખનૌએ બેંગલુરુને 182 રનનો આપ્યો ટાર્ગેટ, ડી કોક-પૂરનની તોફાની બેટિંગ

આજે IPL 2024 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ રહી છે. RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતાં 181 રનનો સ્કોર ઊભો કર્યો છે. RCBને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ હાંસલ કરવો પડશે. નિકોલસ પૂરન અને ડી કોકે તોફાની બેટિંગ કરી હતી.

image
X
IPL 2024 સીઝનમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચમાં લખનૌએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 182 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ડી કોક-પુરાને શાનદાર ઇનિંગ
મેચમાં લખનૌની ટીમે શરૂઆતથી જ સારી બેટિંગ કરી હતી અને 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. ટીમ માટે સ્ટાર વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 36 બોલમાં ફિફ્ટી ફટકારી અને 56 બોલમાં કુલ 81 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલસ પૂરને અણનમ 40, માર્કસ સ્ટોઇનિસે 24 અને કેએલ રાહુલે 20 રન બનાવ્યા હતા. RCB તરફથી ગ્લેન મેક્સવેલે 2 વિકેટ લીધી હતી. જ્યારે રીસ ટોપલી, યશ દયાલ અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.


ખેલાડીરન બોલરવિકેટ
કેએલ રાહુલ
20
મેક્સવેલ
1-53
દેવદત્ત પડિકલ
06સિરાજ
2-73
માર્કસ સ્ટોઇનિસ
24મેક્સવેલ
3-129
ક્વિન્ટન ડેકોક
81ટોપલી
4-143
આયુષ બદોની
0યશ દયાલ5-148

ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ આ સીઝનમાં RCBની આ ચોથી મેચ છે. અત્યાર સુધી તે 3 માંથી માત્ર 1 મેચ જીતી શક્યો છે, જેમાં તેણે પંજાબ કિંગ્સને હરાવ્યું છે. જ્યારે ચેન્નાઈ અને કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો છે. 

બીજી તરફ આ સિઝનમાં લખનૌની ટીમની આ માત્ર ત્રીજી મેચ છે. અત્યાર સુધી આ ટીમ બેમાંથી માત્ર એક મેચ જીતી શકી છે, જેમાં પંજાબ કિંગ્સનો 21 રને પરાજય થયો હતો. જ્યારે લખનૌમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

બેંગલુરુ Vs લખનૌ સામ-સામે
કુલ મેચ: 4
RCB જીત્યું: 3
LSG જીત્યું: 1

Recent Posts

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

ચાર દિવસ સુધી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના VIP દર્શન નહીં થાય, તમામ ઓનલાઈન અને ઓફલાઈન પાસ રદ્દ

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ફસાયો કેવિન પીટરસન ! આ રીતે પહોંચ્યો મુંબઈ

આજનું રાશિફળ/ 15 એપ્રિલ 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

IPL 2024/ MI vs CSK : હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ... CSK કરશે પ્રથમ બેટિંગ

IPL 2024: KKRvsLSG: કોલકતાએ લખનૌને ચખાડ્યો હારનો સ્વાદ, મેચ 8 વિકેટથી જીતી

Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂનથી થશે, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન

આજનું પંચાંગ/ 15 એપ્રિલ 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ