રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 20 ઓવર બાદ પંજાબને જીતવા માટે 144 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચ પંજાબ માટે પ્રતિષ્ઠા બચાવવાની મેચ છે અને રાજસ્થાન માટે પણ આટલી મહત્વની નથી પરંતુ રાજસ્થાને જો ખિતાબ જીતવો હશે તો આ મેચથી પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ઠીકઠાક રહી. રાજસ્થાનના ઇન્ફોર્મ બેટ્સમેન યશસ્વી જૈસવાલની વિકેટ પંજાબના કેપ્ટન કરને પહેલી જ ઓવરમાં લીધી. જૈસવાલ 4 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સેમસન અને પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલા કેડમોર વચ્ચે 36 રનની પાર્ટનરશીપ થઈ. સંજુ સેમસન અને કેડમોર પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવી ન શક્યા બંને 18 રને અનુક્રમે નાથન એલિસ અને રાહુલ ચાહરના બોલ પર આઉટ થયા. રાજસ્થાનનો બીજો ઇન્ફોર્મ પ્લેયર રીયાન પરાગ ફરી એક વાર સંકટમોચક સાબિત થયો. પરાગે રાજસ્થાનની ઈનિંગનો એક છેડો સાચવી રાખ્યો. રીયાનનો સાથ આર અશ્વિને આપ્યો. આર અશ્વિન 19 બોલમાં 28 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો. અશ્વિનની વિકેટ બાદ બેટિંગ કરવા આવેલો ધ્રુવ જૂરેલ પ્રથમ બોલે જ સેમ કરનને પોતાની વિકેટ આપી બેઠો. બાદમાં આવેલ પોવેલ પણ કઈ ખાસ ઉકાળી ન શક્યો. પોવેલ માત્ર 4 રનમાં રાહુલ ચહરનો શિકાર બન્યો. ડોનોવન ફેરેરા પણ બેટથી કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. ફેરેરા 7 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો. છેલ્લી ઓવરમાં રીયાન પરાગ પણ 48 રને હર્ષલ પટેલનો શિકાર બન્યો.
પંજાબની સારી બોલિંગ
પ્લેઓફમાંથી બહાર થયેલી પંજાબની ટીમના બોલરોએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. શિખર ધવનની જગ્યાએ કેપ્ટનશીપ કરતા સેમ કરને સારી બોલિંગ કરતાં 3 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ લીધી છે તો સ્પિનર રાહુલ ચહરે પણ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લીધી છે. ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હર્ષલ પેટેલે 4 ઓવરમાં પણ 28 રનમાં 2 વિકેટ લીધી. અર્શદિપ અને નાથન એલિસને 1 - 1 વિકેટ મળી છે.
દિલ્હીની જીત્યુ અને રાજસ્થાન પ્લેઓફમાં
ગઈ કાલની દિલ્હીની જીતે રાજસ્થાનને પ્લેઓફમાં પહોંચાડી છે. ભલે રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે પરંતુ ટીમના છેલ્લા કેટલાક મેચ રાજસ્થાનના ફેન્સ માટે ચિંતાનો વિષય છે. આજના મેચમાં રાજસ્થાન ફરી રોયલ પ્રદર્શન કરી જીતની રાહમાં ફરી આવવા ઈચ્છશે. ટીમે પોતાની પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. ટીમમાં જોસ બટલરની જગ્યાએ ટોમ કોહલર-કેડમોરને તક મળી છે. રાજસ્થાન તેના મુખ્ય પ્લેયર પ્લેઓફ પહેલા ફોર્મમાં આવી જાય એવી આશા રાખશે.
પંજાબ પહેલેથી જ પ્લેઓફમાંથી બહાર
આ વખતે પંજાબનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. પંજાબને કેપ્ટન શિખર ધવનનું ઈજાગ્રસ્ત થવું ખૂબ જ ભારે પડી ગયું. ટીમ છેલ્લે પોતાના મેચ જીતીને ટુર્નામેન્ટનો અંત કરવા ઈચ્છશે. પંજાબે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
RR:
યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર કેડરમોર, સંજુ સેમસન (C & WK), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.
Impact Player:
નંદ્રે બર્જર, તનુષ કોટિયન, કેશવ મહારાજ, કુલદીપ સેન, ડોનાવન ફરેરા.
PBKS:
પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલે રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (WK), સેમ કુરન (C), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
Impact Player:
તનય થિયાગરાજન, ઋષિ ધવન, વિદ્વત કવેરપ્પા, આશુતોષ શર્મા, હરપ્રીત સિંહ ભાટિયા.