Russia-Ukraine War: યુદ્ધ બન્યું ભયાવહ..! રશિયાએ યુક્રેન પર કર્યો ધડાધડ 479 ડ્રોનથી હુમલો, મચ્યો હાહાકાર
રશિયાએ યુક્રેનમાં ઘાતક હુમલા કર્યા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 479 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનની સાથે, રશિયાએ યુક્રેનમાં ધડાધડ મિસાઇલોથી પણ હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં જાણે આગના ગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધુ ઘાતક બનાવ્યા છે. દરમિયાન, યુક્રેનિયન વાયુસેનાએ સોમવારે જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધ દરમિયાન એક રાતમાં સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ આ હુમલામાં બોમ્બમારા માટે 479 ડ્રોનનો ઉપયોગ કર્યો છે. યુક્રેનિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, ડ્રોન ઉપરાંત, યુક્રેનના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારની 20 મિસાઇલો પણ છોડવામાં આવી છે.
BREAKING: Ukraine says Russia launched 479 drones in the war’s biggest overnight drone bombardment. https://t.co/Nk3lvfLVHb
— The Associated Press (@AP) June 9, 2025
યુક્રેનિયન વાયુસેનાએ શું કહ્યું?
યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે આ હુમલાઓ મુખ્યત્વે યુક્રેનના મધ્ય અને પશ્ચિમી પ્રદેશોને નિશાન બનાવ્યા હતા. વાયુસેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 277 ડ્રોન અને 19 મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધા છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે ફક્ત 10 ડ્રોન અથવા મિસાઇલો જ તેમના લક્ષ્યો સુધી પહોંચી શક્યા હતા. યુક્રેનના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
કેટલા યુક્રેનિયન નાગરિકો મૃત્યુ પામ્યા
રશિયન હવાઈ હુમલાઓ સામાન્ય રીતે મોડી સાંજે શરૂ થાય છે અને સવારે સમાપ્ત થાય છે, કારણ કે અંધારામાં ડ્રોન જોવા મુશ્કેલ હોય છે. ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના નાગરિક વિસ્તારો પર શાહિદ ડ્રોનથી વારંવાર હુમલો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં 12,000થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા કહે છે કે તે ફક્ત લશ્કરી થાણાઓને નિશાન બનાવે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB