લોડ થઈ રહ્યું છે...

રશિયાનો પહેલો AI રોબોટ લોન્ચ પહેલા જ ધડામ દઈને પડ્યો, જૂઓ વાયરલ વીડિયો

image
X
રશિયાના પ્રથમ કૃત્રિમ બુદ્ધિ (AI) સંચાલિત હ્યુમનોઇડ રોબોટે એક મોટી ભૂલ કરી છે. લોન્ચ પહેલાં, રોબોટ અચાનક સ્ટેજ પર ધ્રુજવા લાગ્યો અને પછી જમીન પર પડી ગયો. આ વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યો હતો અને કલાકોમાં જ વાયરલ થઈ ગયો હતો. આ રોબોટ આ અઠવાડિયે લોન્ચ થવાનો હતો, પરંતુ તે પહેલાં તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જમીન પર પડી ગયો. ન્યૂઝવીકે આ અહેવાલ આપ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે રોબોટનું નામ એલ્ડોલ છે. વિશ્વભરમાં હ્યુમનોઇડ રોબોટ પર કામ ચાલી રહ્યું છે.

રોબોટે એન્ટ્રી કરી અને પછી પડ્યો
લોન્ચ પહેલાં રોબોટ સ્ટેજમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન બે ક્રૂ સભ્યો તેની સાથે હતા. સાઉન્ડ ટ્રેક શરૂ થયો અને રોબોટ પ્રવેશતા જ થોડા પગલાં ભર્યા પછી, તે ધ્રુજવા લાગ્યો અને પછી તે ધડામ દઈને જમીન પર પડી ગયો, તેના કેટલાક ભાગો તૂટી ગયા.

જૂઓ રોબોટનો વીડિયો થયો વાયરલ


વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે રોબોટને લઈ જવા માટે પાછળ ખેંચવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.

એલોન મસ્ક પણ કરી રહ્યા છે તૈયારી
એલોન મસ્કની કંપની એક હ્યુમનોઇડ રોબોટ પણ વિકસાવી રહી છે, જેના ઘણા વીડિયો પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે. તેનું નામ ઓપ્ટિમસ છે અને તેને ટેસ્લા બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મસ્ક દ્વારા શેર કરાયેલા વીડિયો રોબોટની વિવિધ ક્ષમતાઓ દર્શાવે છે. તેને યોગ, નમસ્કાર અને સેલ્સમેન તરીકે કામ કરતો પણ દર્શાવવામાં આવ્યો છે.