Sabarkantha: પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણ, 60 લોકો સહિત 120ના ટોળા સામે પોલીસે નોંધી ફરિયાદ, 20 જેટલાને કર્યા રાઉન્ડઅપ
સાબરકાંઠામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજના મજરા ગામમાં શુક્રવારે (18 ઓક્ટોબર) સાંજે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘર-મકાનો અને વાહનોમાં કરી તોડફોડ
મળતી માહિતી મુજબ, તોફાની બનેલા ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 26 કાર, 51 બાઇક, 6 ટેમ્પો (2 મોટા અને 4 મિની), અને 3 ટ્રેક્ટર સહિત 96થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 10 જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું હતું.
પોલીસે 60 લોકો સહિત 120ના ટોળા સામે ફરિયાદ નોંધી
પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક સ્થળના વહીવટનો વિવાદ અથડામણમાં ફેળવાયો હતો. મજરા ગામે જૂથ અથડામણ મામલે પ્રાંતિજ પોલીસે 60 લોકો સહિત 120ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા માથાભારે તત્વોને રાઉન્ડઅપ કર્યા છે. CCTV અને વીડિયોના આધારે હિંસા કરનાર તત્વો સામે કાર્યવાહી કરાશે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેલવાયું છે. ગામમાં શાંતિ સ્થપાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવાયો છે. 60થી કારમાં કરવામાં આવી તોડફોડ છતાં પોલીસે માત્ર 10 વાહનોને નુકસાન બતાવી રહી છે. 120 ના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ થતાં હિંસક આરોપીઓ ભૂગર્ભમાં હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats