ફિલ્મી દુનિયાના સપના જોનાર સગીરા દેહવેપારમાં ધકેલાઈ, હોટલોમાં અલગ અલગ ગ્રાહકોએ બનાવી હવસનો શિકાર

ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપીને સગીરાને દેહવેપારમાં ધકેલવા મામલે ગુનો નોંધાયો છે. મહત્વની બાબત તો એ છે કે આ ગુનો આચરવામાં મહિલાઓ જ સામેલ છે. થોડા સમય પહેલા વટવા પોલીસ મથકે એક 15 વર્ષની સગીરા ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તપાસ કરતા સગીરાને તેના નજીકમાં રહેતી અફસાના શેખ નામની મહિલાએ ફિલ્મોમાં કામ અપાવવાનું કહીને હોટલમાં દેહવેપાર માટે મોકલી હતી, જે બાબત સગીરાને પસંદ ન આવતા તે બિહાર પોતાના વતનમાં જતી રહી હતી.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/બોલીવૂડમાં કામ કરવાનું અને ફિલ્મી સિતારા બનવાનું અનેક યુવતીઓનું સપનું હોય છે. પરંતુ ફિલ્મી સિતારા બનવા પાછળનું સંધર્ષ કોઈ જાણતું નથી. હિરોઈન અને મોડેલ બનવા માટે અનેક યુવતીઓ દેહવેપાર જેવી પ્રવૃતિમાં પણ ધકેલાઈ જતી હોય છે. તેવામાં આ જ પ્રકારનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં મોડેલિંગ કરી ફિલ્મોમાં હિરોઈન બનવા માંગતી સગીરાને મહિલાઓ દ્વારા જ દેહવેપારમાં ધકેલવામાં આવી હતી.

ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપીને સગીરાને દેહવેપારમાં ધકેલવા મામલે ગુનો નોંધાયો છે. મહત્વની બાબત તો એ છે કે આ ગુનો આચરવામાં મહિલાઓ જ સામેલ છે. થોડા સમય પહેલા વટવા પોલીસ મથકે એક 15 વર્ષની સગીરા ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તપાસ કરતા સગીરાને તેના નજીકમાં રહેતી અફસાના શેખ નામની મહિલાએ ફિલ્મોમાં કામ અપાવવાનું કહીને હોટલમાં દેહવેપાર માટે મોકલી હતી, જે બાબત સગીરાને પસંદ ન આવતા તે બિહાર પોતાના વતનમાં જતી રહી હતી.

જે પછી પણ અફસાના શેખે સગીરાના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી તેને અમદાવાદ પરત બોલાવી અને પોતાની પાસે રાખી અલગ અલગ ગ્રાહકો પાસે દેહવેપાર માટે મોકલી હતી. જે બાદ તેણે સગીરાને દાણીલીમડા વિસ્તારમાં રહેતી સીરીનબાનુ શેખના ત્યાં મોકલી દિધી હતી. સીરીન બાનું પોતે પણ દેહવેપારનો ધંધો કરતી હોવાથી તેણે પોતાના ઘરે રાખી દેહવેપાર કરાવ્યો હતો અને બાદમાં કારંજની ઝરીનાબાનું શેખ નામની અન્ય મહિલાને સોંપી હતી. તેણે પણ સગીરાને અલગ અલગ હોટલોમાં દેહવેપાર મોકલી હતી. 

આરોપીઓ દ્વારા લાંબા સમયથી સગીરા પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવતુ હોવાથી અંતે તેણે માતાપિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને વટવા પોલીસે અફસાના શેખ, સીરીનબાનુ અને ઝરીનાબાનુંની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

Recent Posts

ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ, હાર્ટ બ્લોકેજને કારણે એન્જિયોપ્લાસ્ટી કરાઇ

આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફોડી શકાય, 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

ચેતજો... દિવાળીની ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ ફેરવતા બે શખ્સ ઝડપાયા

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો

આ શું બોલી ગયા નેતાજી ! સત્ય પર અસત્યનો વિજય ? સુરતના લિંબાયતમાં મેયરની જીભ લપસી