સનમ તેરી કસમ સ્ટારેડ હર્ષવર્ધન રાણે દેખાશે હવે આ રોમેન્ટિક ફિલ્મમાં, મોશન પોસ્ટરથી કરી જાહેરાત
હર્ષવર્ધન રાણે હાલમાં 'સનમ તેરી કસમ' ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મ રી-રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર હિટ બની ગઈ છે. આ સાથે જ તેણે હવે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ દિવાનીયત છે અને હર્ષવર્ધન રાણે તથા સોનમ બાજવાએ તેનું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જુઓ પોસ્ટર;
હર્ષવર્ધન રાણે સ્ટારર ફિલ્મ 'સનમ તેરી કસમ' રી-રિલીઝ થયા પછી ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ 2016 માં રિલીઝ થઈ હતી અને તે સમયે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ રી-રિલીઝ થતાં તેણે ધમાલ મચાવી દીધી હતી. સનમ તેરી કસમ એક્ટર હર્ષવર્ધન રાણે દિવાનીયાત નામના આ રોમેન્ટિક-ડ્રામામાં સોનમ બાજવા સાથે જોવા મળશે. આ ફિલ્મ 2025ના એન્ડ સુધીમાં રિલીઝ થશે.
હર્ષવર્ધન રાણેએ કરી બીજી ફિલ્મની જાહેરાત
દિવાનીયત એક રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ થિયેટરોમાં યર એન્ડીંગમાં રિલીઝ થશે અને હાલમાં તેની વિગતો વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. હર્ષવર્ધન રાણેએ પણ આ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું હતું કે, 'દીવાનીયત એક ફિલ્મી સ્ટોરી છે જેમાં લવ અને હાર્ટબ્રેકની થીમ છે. આ ફિલ્મનું ડાઇરેક્શન મિલાપ મિલન ઝવેરી દ્વારા કરવામાં આવ્યું છે જેઓ મરજાવાં, સત્યમેવ જયતે અને કાગઝ જેવી ફિલ્મોના પ્રખ્યાત લેખક છે. જ્યારે અમુલ મોહન અને અંશુલ મોહન તેના મેકર્સ છે. દિવાનીયત મુશ્તાક શેખ અને મિલાપે લખી છે. આ જાહેરાત બાદ ફેન્સ આ અપકમિંગ પ્રોજેકટ માટે ખૂબ જ એક્સાઈટેડ છે.
ઘણા સેલેબ્સે હર્ષવર્ધન રાણેને અભિનંદન આપ્યા
સનમ તેરી કસમની રી-રિલીઝ પર જોન અબ્રાહમ સહિત અનેક હસ્તીઓએ ટીમને અભિનંદન આપ્યા હતા. અનિલ કપૂરે પણ આ અંગે રિએક્ટ ટીમને કોંગ્રેચ્યુલેટ કરી હતી. અનિલ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનું પોસ્ટર શેર કરી અને લખ્યું હતું કે, “દીપક મુકુટ અને સમગ્ર સનમ તેરી કસમ ટીમને રી-રિલીઝ થવા બદલ અભિનંદન! આ ફિલ્મ પહેલાથી જ લોકોના દિલ જીતી ચુકી છે અને હવે ફિલ્મે તેની ખરી સફળતા મેળવી છે.
કોણ છે સોનમ બાજવા?
સોનમ બાજવા આ વર્ષે અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ હાઉસફુલ 5 સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તેણીએ ટાઇગર શ્રોફ સાથે બાગી 4 પણ સાઇન કરી છે. આ ફિલ્મો આ વર્ષે રિલીઝ થશે. આ ઉપરાંત પંજાબી મોડેલમાંથી એક્ટ્રેસ બનેલી સોનમ બાજવાની આ વર્ષે ત્રીજી ફિલ્મ દિવાનીયત આવશે. સોનમ બાજવાના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ ધરાવે છે. તેથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમનો પ્રવેશ તેમના ચાહકો માટે ઘણી મોટી વાત હશે. તેમના ફોલોઅર્સ તેમના ડેબ્યૂની આતુરતાથી રાહ જોય રહ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats