ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો, બપોરે મુખ્યમંત્રી કરશે નર્મદા નીરના વધામણા
સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો છે. જેમાં નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણાં કરશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ બપોરે 12.39 કલાકે વધામણાં કરશે. વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલાશે. તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક 51777 ક્યુસેક થઇ છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટરને પાર પહોંચી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઇ ગયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 51 હજાર 777 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે ડેમમાંથી હાલ 50 હજાર 847 ક્યૂસેક પાણીની જાવક છે. ડેમનો એક દરવાજો 1 મીટર ખોલી પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આજે બપોરે 12.39 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે, આ વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. ડેમનું જળસ્તર સતત વધતાં આજુબાજુના નર્મદા, ભરૂચ, વડોદરાના 42 ગામોને એલર્ટ કરાયા છે.
રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદીમાં પાણીની જાવક 50847 ક્યુસેક છે. તેમજ નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખુલ્લો કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમ મહત્તમ સપાટી પાર થયો છે. હાલ નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી 138.68 મીટર પાર કર્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં નર્મદા ડેમના ઉપરવાસમાંથી 51777 ક્યુસેક પાણીની આવક થઇ છે અને નર્મદા નદીમાં કુલ 50847 ક્યુસેક પાણીની જાવક થઇ છે.
વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે
નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખુલ્લો કરવામાં આવ્યો છે. જેમાં બપોરે 12.39 કલાક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાના વધામણાં કરશે. જેમાં મુખ્યમંત્રી આજે 11.45 વાગે કેવડિયા હેલિપેડ પર આવશે. ત્યાર બાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ આવશે. જેમાં નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે.