સૌરાષ્ટ્રમાં સીઝનનો 34.94 ટકા વરસાદ, રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 25 ટકાથી વધુ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે વરસાદનું જોર ઘટ્યું છે.

image
X
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૩૪.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૨૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૭.૭૫ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૬.૩૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૩૨ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૧૦૪ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

Recent Posts

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું