રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં વરસશે છુટોછવાયો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. અંગ દઝાડતી ગરમીની વચ્ચે વરસાદની આગાહીથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લામાં છુટાછવાયો વરસાદ વરસશે
આજે ઉત્તર ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.અરબી સમુદ્રમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
21 મે પછી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું હતું. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદ 39.5 ડિગ્રી, ગાંધીનગર 38.7 ડિગ્રી, ડીસા 38.3 ડિગ્રી, વડોદરા 37.2 ડિગ્રી, ભુજ 37.9 ડિગ્રી, કંડલા 40.1 ડિગ્રી, ભાવનગર 39.0 ડિગ્રી, રાજકોટ 40.0 અને કેશોદમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats