લોડ થઈ રહ્યું છે...

ભારત-પાકિસ્તાન તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા સજ્જ, દરિયાકાંઠાના વિસ્તારો હાઇએલર્ટ પર

image
X
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મરિન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે.

દ્વારકા સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સાવધાન
દ્વારકા ઓપરેશન સિંદુરની સફળતા બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સાવધાન થઈ ગઈ છે.  પાકિસ્તાનમાં હુમલા બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સી સર્તક થઈ ગઈ છે.  દરિયામાં ગયેલા માછીમારોને પરત બંદરે આવી જવા સૂચના આપી દેવામાં આવી છે. ઓખામાં પોલીસ દ્વારા માછીમારોને સાવચેત કરાયા છે. દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. તમામ બોટનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. મરીન પોલીસ, મરીન કમાન્ડો, એસઓજી સહિતની ટીમ દ્વારા કાંઠા પર સતર્કતા વધારવામાં આવી છે. નાઈટ પેટ્રોલિંગ કાંઠા વિસ્તારોમાં વધારવામાં આવી છે. રાત્રિ દરમ્યાન પોલીસ દ્વારા સચાણા બંદર પર માછીમારો સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

કચ્છના સીમાવર્તી વિસ્તારો અને ગામોમાં એલર્ટ 
કચ્છમા નારાયણ સરોવર અને આસપાસના વિસ્તારોમા હથિયારધારી પોલીસ અને અન્ય જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. સીમાવર્તી વિસ્તારો અને ગામોમાં એલર્ટ આપીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે જાહેર કરવામાં આવેલા બ્લેક આઉટ બાદ આજે સાંજે બ્લેક આઉટ અંગે વહીવટી તંત્ર દ્વારા લોકોને જાણ કરાશે. અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ અને પેરા જવાનોને ઠેર ઠેર તૈનાત કરી દેવાયા છે.

ભરૂચ જિલ્લા સહિત દરિયાય વિસ્તારમાં સુરક્ષા વધારાઇ
ભરૂચ જિલ્લામાં દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે. મરિન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે.આ સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરની જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ એલર્ટ
ભારત અને પાકિસ્તા વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને લઈ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ એલર્ટ કરી દેવાયો છે. જાફરાબાદ બંદર પર દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મધદરિયામાંથી માછીમારોને પરત બોલાવ્યા છે. કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ કરાશે. 

સુરત શહેર હાઈએલર્ટ પર
સુરત પોલીસ કમિશનર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત હજીરા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીને લઈ પોલીસ કમિશનર દ્વારા બેઠક બોલાવી હતી. હજીરા ઇન્ડસ્ટ્રીમાં આવેલી કંપનીઓના સિક્યોરિટી હેડ સાથે મિટિંગ કરવામાં આવી છે. સુરતના દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રી વિસ્તાર હથિયાર સાથે પોલીસ જવાનોનો સતત પેટ્રોલિંગ વધારો કરવામાં આવ્યો છે.  મોટી મોટી કંપનીઓની સિક્યોરિટી માટે મહત્વના મુદાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે.

વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ને લઈને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટર ના લાંબા દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગની સાથે વાહન ચેકીંગ પણ હાથ ધરાયુ છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક અને માછીમારો સાથે બેઠકો કરી છે. દરિયા કિનારે શંકાસ્પદ ગતિવિધિઓ કે અજાણી વ્યક્તિ દેખાઈ તો જાણ કરવા સૂચનો કરાયા છે. પોલીસ દ્વારા માછીમારોને લઈને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ ને લઈને ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા સૂચનો કરાયા છે.

Recent Posts

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

પાકિસ્તાનમાં લશ્કરના ટોચના કમાન્ડર અબુ સૈફુલ્લાહ ઢેર, અજાણ્યા શખ્સોએ કરી હત્યા

Surendranagar: વઢવાણમાં જાહેરમાં છરીના 8 થી 10 ઘા મારીને યુવતીની હત્યા, ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ