ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી સેન્સેક્સ 377 પોઈન્ટ ગગડ્યો
સેન્સેક્સ ક્લોઝિંગ બેલ: ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી આજે સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 377 પોઈન્ટ ગગડ્યો જ્યારે નિફ્ટી 20950ની નીચે પહોંચી ગયો છે.
શેરબજારમાં સપ્તાહનો બીજો વેપારી બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ ઘટ્યો હતો. બજારમાં ઉપલા સ્તરોથી મજબૂત પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું.બજારના મુખ્ય સૂચકાંકો નવી ઑલ ટાઈમ હાઈ ઈન્ટ્રાડે બનાવવા છતાં દિવસના નીચા સ્તરે બંધ રહ્યા હતા.
આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ 377 પોઈન્ટ ઘટીને 69,551 પર પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 90 પોઈન્ટ લપસીને 20,906ની સપાટીએ બંધ રહ્યો હતો. શરૂઆતના દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સ 70,033 અને નિફ્ટી પ્રથમ વખત 21,037ને સ્પર્શ્યો હતો. પરંતુ તે પછી વેચવાલીથી બજાર નબળું પડ્યું.
શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન મીડિયા, મેટલ અને PSU બેન્કિંગ સેક્ટરના શેર સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા સોમવારે સેન્સેક્સ 102 પોઈન્ટના વધારા સાથે 69,928 પર બંધ થયો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/