15 જાન્યુઆરી પહેલા EPFO સંબંધિત આ કામ ભૂલ્યા વગર પતાવી લેજો નહિ તો હેરાન થશો
સરકારની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્યોએ તેમના UANને એક્ટિવ કરવા અને આધારને બેંક ખાતા સાથે લિંક કરવા જરૂરી છે
EPFO સભ્યો ખાસ કરીને નવા કર્મચારીઓ માટે હવે ફક્ત 3 દિવસ બાકી છે. જો તમે તાજેતરમાં કોઈ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું છે, તો 15 જાન્યુઆરી સુધીમાં તમારો UAN નંબર સક્રિય કરાવો. આ ઉપરાંત આધારને બેંક ખાતા સાથે લિંક કરવું પણ જરૂરી છે. તો જ આપને સરકારની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવી શકશો.
EPFO એ UAN ને સક્રિય કરવા અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવી છે. અગાઉ UAN એક્ટિવેટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2024 હતી, જેને પાછળથી 15 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી હતી.
સરકારે બજેટ-2024 માં ELI યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 3 પ્રકારની યોજનામાં A, B અને C યોજનાનો સમાવેશ થાય છે. ત્રણેય યોજનાઓનો ઉદ્દેશ્ય રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો અને નવા કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.