લોડ થઈ રહ્યું છે...

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી વધી, 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો

image
X
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં છે. શિલ્પા-રાજ અને અન્ય એક વ્યક્તિ સામે એક ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છેતરપિંડી 60 કરોડ સુધીની થઈ છે.

શિલ્પા-રાજની મુશ્કેલીઓ વધી
મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે મળીને તેમની સાથે 60 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. કોઠારીનું કહેવું છે કે તેમણે 2015થી 2023 દરમિયાન વ્યવસાય વધારવાના નામે આ પૈસા આપ્યા હતા, પરંતુ વાસ્તવમાં તે વ્યક્તિગત ખર્ચમાં ઉડાવી દેવામાં આવ્યા હતા. હવે કેસની તપાસ EOWને સોંપવામાં આવી છે.

અહેવાલો અનુસાર આ ફરિયાદ જુહુના રહેવાસી 60 વર્ષીય દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેઓ લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે. તેમણે દાવો કર્યો હતો કે આ રોકાણ સોદો શેટ્ટી અને કુન્દ્રાની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.

આ પહેલી વાર નથી જ્યારે રાજ અને શિલ્પા કાનૂની મુશ્કેલીમાં ફસાયા હોય, આ પહેલા પણ EDએ તેમના ઘરે દરોડા પાડ્યા છે. રાજને પોર્ન કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે, છેતરપિંડીના આ સમાચાર બહાર આવ્યા પછી, દંપતી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Recent Posts

Delhi Blast: 3 પાસપોર્ટ, પાકિસ્તાન અને થાઇલેન્ડની યાત્રા... 'મેડમ સર્જન' શાહીનનો થયો પર્દાફાશ

MK સ્ટાલિન અને અભિનેતા અજીત કુમાર સહિત 4 સેલિબ્રિટીના ઘરોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ પ્રેમ સંબંધમાં થયેલી ફાયરિંગમાં પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં યુનિટી માર્ચનો CMએ કરાવ્યો પ્રારંભ, આંબલી ગામ ખોડીયાર માતાના મંદિરેથી શરૂ થઈ પદયાત્રા

સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જતી બસ ટેન્કર સાથે અથડાઇ, 42 ભારતીયો જીવતા ભૂંજાયા

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, સૌથી નીચું તાપમાન નલિયામાં 12.4 ડિગ્રી નોંધાયું

શેખ હસીના પર આજે આવશે કોર્ટનો ચુકાદો, ઢાકામાં પ્રદર્શનકારીઓએ અનેક સ્થળોએ કરી આગચંપી

પાલનપુરના હીરાની ચમક ઝાંખી પડી, રત્નકલાકારોની કપરી સ્થિતિ, સરકાર પાસે સહાયની કરી માંગ

બિહાર: પટનાના ગાંધી મેદાનમાં 20 નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા, PM મોદી આપી શકે છે હાજરી

"10 હજારમાં બિહાર સરકાર મળે છે..." ચૂંટણીમાં કારમી હાર બાદ મુકેશ સહાનીનો કટાક્ષ