ચોંકાવનારો કિસ્સો: લોન ચૂકવવા ડેટિંગ એપ્સનો કર્યો ઉપયોગ, આ રીતે ચલાવી લૂંટ
કર્ણાટકના બેંગલુરુમાં સાયબર છેતરપિંડીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડી અને લૂંટના ગુનામાં પોલીસે ધરપકડ કરેલા બે વ્યક્તિઓ ખરેખર એક દંપતી છે. તેઓ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરીને પીડિતોને હનીટ્રેપમાં ફસાવીને પછી લૂંટતા હતા. પહેલી લૂંટ પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી. હકીકતમાં આ દંપતીએ વિવિધ એપ્સમાંથી મોટી લોન લીધી હતી. જ્યારે તેઓ લોન ચૂકવી શક્યા નહીં, ત્યારે તેઓએ લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો. બંનેની ઓળખ કવિપ્રિયા અને હર્ષવર્ધન તરીકે થઈ છે.
કેવી રીતે લૂંટની કરી શરુઆત?
પહેલા તો કવિપ્રિયાએ હેપન ડેટિંગ એપનો ઉપયોગ કર્યો અને તેમાં પોતાનો એક ફોટો અપલોડ કરી દીધો. ત્યાર બાદ આ પોસ્ટ જોઈ એક યુવાન તેની જાળમાં ફસાયો. ત્યાર બાદ પીડિતે કવિપ્રિયાને મળવા માટે આમંત્રણ આપ્યું અને પછી તેઓ 1 નવેમ્બરના રોજ એક રેસ્ટોરન્ટમાં મળ્યા. આ રેસ્ટોરન્ટમાં ડ્રિંક્સ પીધા પછી બન્નેએ નજીકની હોટલમાં જવાનો પ્લાન બનાવ્યો. ત્યાર બાદ મધ્યરાત્રિએ કવિપ્રિયાએ ખાવાનો ઓર્ડર આપ્યો અને પછી પીડિતને પીવા માટે પાણી આપ્યું. પાણી પીધા પછી પીડિત બેભાન થઈ ગયો. આનો લાભ લઈને કવિપ્રિયાએ તેને લૂંટી લીધો, તેના રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા. આ બનાવ બાદ પીડિતે ફરિયાદ નોંધાવી અને પછી પોલીસે સમગ્ર કેસને ટ્રેક કર્યો અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
નકલી ડેટિંગ એપ્સથી સાવધ રહો
ડેટિંગ એપ્સ પર ઘણી નકલી પ્રોફાઇલ જોવા મળે છે, જેનો હેતુ લોકોને નુકસાન પહોંચાડવાનો અથવા લૂંટવાનો હોય છે. લૂંટારાઓથી પોતાને બચાવવા માટે હંમેશા પ્રોફાઇલને ક્રોસ-ચેક કરવી મહત્વપૂર્ણ છે. તમે વ્યક્તિની ઓળખ ઓળખવા માટે રિવર્સ ઇમેજનો ઉપયોગ કરીને પ્રોફાઇલ ઇમેજ ચકાસી શકો છો. જે લોકો વીડિયો કૉલ પર વાત કરતા નથી તેમને ટાળો. મળતા પહેલા, તમારે વીડિયો કૉલ પર વ્યક્તિ સાથે એકવાર વાત કરવી જોઈએ. ઘણી વખત, લોકોને મળવા માટે આમંત્રિત કરવા અને પછી તેમને લૂંટવા માટે નકલી પ્રોફાઇલ બનાવવામાં આવે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats