સોનમ રઘુવંશીનો ચોંકાવનારો કિસ્સો: હનીમૂન જીવલેણ બન્યો
જીગર દેવાણી/
ઇન્દોરની સોનમ રઘુવંશી હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.... ઘર-ઘરમાં તેની ચર્ચા છે. હજુ તો હાથ પર મહેંદી ગઇ ન હતી ને સોનમના હાથ પર પતિના લોહીના છાંટા ઉડ્યા.... લગ્નના એક મહિનામાં જ પતિ રાજા રધુવંશીની હત્યામાં સોનમ ચારે બાજુથી ઘેરાઇ ગઇ છે. મેઘાલય પોલીસે યૂપી ગાઝીપુરથી પોતાની સાથે સોનમને બિહાર અને પછી ગુવાહાટી શિલોંગ લઇ જવામાં આવી.....પણ આ દરમિયાન સોનમે આખા રસ્તે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. ફક્ત એટલુ જ કહેતી રહી કે મારૂ માથુ ફાટે છે. અધિકારીઓએ જ્યારે તેને જમવાનું કહ્યુ તો તેણે ચોખ્ખી ના પાડી દીધી...બસ સોનમનું એક જ રટણ હતું મારૂ માથું ફાટે છે...પણ સોનમ જે હાલ ચર્ચાને એરણે છે એ કહાની શું છે...શું થયું આ નવપરણિત સોનમ સાથે...શું છે તેના પતિની મર્ડર મિસ્ટ્રીનું રાઝ આવો જોઇએ....
ગુમ થવું અને તપાસ
23 મેના રોજ, આ દંપતી મેઘાલયમાં ગુમ થઈ ગયું હતું, જેના કારણે ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ સહિત 50 થી વધુ લોકો દ્વારા મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 11 દિવસ પછી રાજાનો મૃતદેહ ઊંડી ખીણમાં મળી આવ્યો હતો, અને ત્યારબાદની તપાસમાં જાણવા મળ્યું હતું કે સોનમે તેના પતિને મારી નાખવા માટે કોન્ટ્રાક્ટ કિલરોને ભાડે રાખ્યા હતા. પોલીસે સોનમ સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમણે 8 જૂનના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.
મુખ્ય ખુલાસાઓ
- સોનમનો કથિત હેતુ: સોનમને રાજા સાથે શારીરિક આત્મીયતા ગમતી ન હતી અને તેણે તેમના લગ્નના ત્રણ દિવસ પછી જ હત્યાનું આયોજન કર્યું હતું.
- કોન્ટ્રાક્ટ કિલર્સ: પોલીસનો દાવો છે કે સોનમે રાજાની હત્યા કરવા માટે હત્યારાઓને ભાડે રાખ્યા હતા, અને ત્રણ પુરુષો, આકાશ રાજપૂત, વિકાસ ઉર્ફે વિકી અને આનંદ, ગુનાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે.
- CBI તપાસ: આ કેસ નોંધપાત્ર ધ્યાન ખેંચે છે, પરિવારોએ CBI તપાસની માંગ કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ CBI તપાસની વિનંતી કરી છે.
ધરપકડ અને પરિણામ
સોનમ રઘુવંશીની હાલમાં પોલીસ દ્વારા અન્ય ત્રણ શંકાસ્પદો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે, અને પોલીસ કથિત હત્યાના કાવતરાની વિગતો ઉજાગર કરવા માટે કામ કરી રહી છે. રાજાનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે, અને તેના ભાઈ વિપિન રઘુવંશીએ કેસના સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કેસ ટાઇમલાઇન
- 11 મે: રાજા અને સોનમના લગ્ન
- 20-23 મે: દંપતી તેમના હનીમૂન માટે મેઘાલય જાય છે
- 23 મે: દંપતી ગુમ થાય છે
- 2 જૂન: રાજાનો મૃતદેહ ઊંડી ખીણમાંથી મળી આવે છે
- 8 જૂન: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં સોનમે આત્મસમર્પણ કર્યું
- 9 જૂન: હત્યાના સંબંધમાં સોનમ સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે
એક તરફ વિપિન રઘુવંશીનું નિવેદન કંઇ અલગ જ વાત કહી રહ્યું છે...ત્યાં બીજી બાજું રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રાજવંશી મુખ્ય ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે..... તેમજ આ કેસમાં એક બાદ એક અનેક નવા ખુલાસા થઇ રહ્યાં છે. જેમાં એક એવો ખુલાસો પણ થયો છે કે રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ હત્યા સ્થળથી 10 કિમી દૂર ત્રણ આરોપીઓ સાથે વાત કરતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ 25મી તારીખે તે શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેન દ્વારા ઇન્દોર પહોંચી હતી.એવું જાણાવા મળ્યું છે કે હત્યા બાદ સોનમ રાજને ઇન્દોરમાં મળી હતી. સોનમ ઇન્દોરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તે બાદ એક ડ્રાઇવરે તેને યુપીમાં ડ્રોપ કરી હતી. જે વારાણસી થઈને ગાઝીપુર પહોંચી.... તેમજ હત્યામાં વપરાયેલા હથિયાર ગુવાહાટી રેલ્વે સ્ટેશન નજીકથી લેવામાં આવ્યું હતું. સોનમે હનીમૂન દરમિયાન કોઈ ફોટા અપલોડ કર્યા ન હતા. જેના કારણે પોલીસને શંકા ગઈ અને તેમને હત્યામાં સોનમની સંડોવણીનો સંકેત મળ્યો હતો.