શ્રેયસ ઐયર IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, પંજાબે 26.75 કરોડમાં ખરીદ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેગા ઓક્શન બે દિવસ માટે થઈ રહી છે. આજે IPL ઓક્શનનો પ્રથમ દિવસ છે. આ હરાજીનું આયોજન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં કરવામાં આવી રહ્યું છે. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.

image
X
IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના તમામ અધિકારીઓ પણ હરાજી માટે હાજર છે. આજે હરાજીનો પ્રથમ દિવસ છે અને તે સોમવાર સુધી ચાલશે.  તમામ 10 ફ્રેન્ચાઇઝી આગામી IPL સિઝન પહેલા પોતાની ટીમ તૈયાર કરશે. આ હરાજીમાં કેટલાક મોટા નામો સહિત કુલ 577 ખેલાડીઓ સામેલ થશે.શ્રેયસ IPL ઓક્શનમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો

 પંજાબે અર્શદીપ માટે RTM નો ઉપયોગ કર્યો
પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને ઝડપી બોલર અર્શદીપ સિંહને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અર્શદીપ પર બોલી લગાવવાની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેને મેળવવા માટે CSK અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થોડો સમય યુદ્ધ ચાલ્યું હતું. બાદમાં રાજસ્થાન અને ગુજરાતે પણ બિડમાં કૂદકો લગાવ્યો, પરંતુ અંતે સનરાઈઝર્સ હૈદરાબાદે 15.75 કરોડ રૂપિયાની બોલી લગાવી. હૈદરાબાદની બોલી લગાવતા જ પંજાબને અર્શદીપ માટે આરટીએમનો ઉપયોગ કરવા વિશે પૂછવામાં આવ્યું. પંજાબે અર્શદીપમાં રસ દાખવ્યો. આ પછી હૈદરાબાદે 18 કરોડ રૂપિયાની ઓફર કરી જેના માટે પંજાબ રાજી થઈ ગયું.

ગુજરાતે રબાડાને ખરીદ્યો
બીજા ક્રમે સાઉથ આફ્રિકાનો કાગીસો રબાડા આવ્યો, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે આ બોલરને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડા અગાઉ પંજાબ માટે રમ્યો હતો, પરંતુ પંજાબે રબાડા માટે આરટીએમનો ઉપયોગ કર્યો ન હતો.

Recent Posts

આ વર્ષે ક્રિકેટમાંથી અનેક દિગ્ગજોએ લીધી નિવૃત્તિ, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

અલ્લુ અર્જુનને જેલમાં ન મળી VIP ટ્રીટમેન્ટ, જમીન પર સૂઈને રાત વિતાવી, જમ્યો પણ નહીં

'વન નેશન વન ઈલેક્શન' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે, ચર્ચા માટે JPCને મોકલાશે

એક્ટર અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી છૂટ્યો, અભિનેતાએ જેલમાં જ વિતાવી પડી રાત

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને આપી મંજૂરી, હવે આ દેશમાં યોજાશે ભારતની મેચ

અંક જ્યોતિષ/ 14 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?